News of Thursday, 22nd May 2025
ડે. મેયર નરેન્દ્રસિંહના જન્મદિને પુણ્યનો પ્રકાશ પથરાશેઃ રકત એકત્ર કરવા રવિવારે માધાપરમાં મહાશિબીર
રકતદાન મેં ભાગ લીજીએ, માનવતા કે કામ કીજીએ પ્રથમ વખત ૩૦૦ બેડ સાથે બ્લડનું એકત્રીકરણ કરાશેઃ રકતદાતાઓને ચા-પાણી, ભોજન અને ભેટ અપાશે થેલેસેમીયાગ્રસ્ત બાળકો માટે બ્લડ એકત્ર કરાશે

રાજકોટઃ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર અને વોર્ડ નં.૩ના કોર્પોરેટર નરેન્દ્રસિંહ પળથ્વીસિંહ જાડેજાનો તા.૨૫મે રવિવારના જન્મદિવસ છે. તેઓ પોતાની યશસ્વી કારકિર્દીના ૪૩માં વર્ષમાં મંગલ પ્રવેશ કરશે. તેઓ પોતાના જન્મદિવસની ઉજવણી સાદગીથી વિવિધ સેવાકીય કાર્યો થકી કરશે.
તેઓ પોતાના જન્મદિવસ નિમિતે એન.પી.જાડેજા ફેમિલી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા માધાપર વિસ્તારમાં શ્રી ઇશ્વરીયા મહાદેવ મંદિરની બાજુમાં, માધાપર, રાજકોટ ખાતે, તા.૨૫ મે રવિવારના રોજ સવારે ૦૭:૦૦ થી સાંજે ૦૫:૦૦ કલાક સુધી મહારકતદાન કેમ્પનું આયોજન કરી જન્મદિવસની ઉજવણી કરશે.
ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા શહેર ભાજપ સંગઠનમાં વર્ષોથી કાર્યરત છે. તેઓએ વર્ષ ૨૦૦૫ થી ૨૦૦૮ સુધી રાજકોટ તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ તરીકે તેઓએ મહત્વપૂર્ણ યોગદાન આપેલ. વર્ષ ૨૦૦૫ થી ૨૦૧૦ સુધી રાજકોટ તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખ તરીકે સેવા આપેલ અને વર્ષ ૨૦૧૨-૧૩મા રાજકોટ જીલ્લા ભાજપમાં કારોબારી સભ્ય તરીકે સેવા આપેલ તેમજ રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચુંટણી વર્ષ ૨૦૨૧માં વોર્ડ નં.૩ના કોર્પોરેટર તરીકે જંગી બહુમતીથી ચુંટાયેલ તેમજ તા.૧૨ સપ્ટેમ્બરથી મહાનગરપાલિકાના ૩૪મા ડેપ્યુટી મેયર તરીકેની જવાબદારી સફળતાપૂર્વક સંભાળી રહ્યા છે.
શ્રી એન.પી.જાડેજા ફેમિલી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આ પ્રથમ રકતદાન કેમ્પના કાર્યક્રમનું આયોજન કરેલ છે. આ રકતદાન કેમ્પમાં બલ્ડ બેંક, રેડ ક્રોસ બલ્ડ બેંક, સૌરાષ્ટ્ર વોલેન્ટરી બલ્ડ બેંક, લાઇફ બલ્ડ સેન્ટર, ફિલ્ડ માર્શલ બલ્ડ બેંક, નાથાણી વોલેન્ટરી બલ્ડ બેંક, એઇમ્સ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ તથા જીવનદિપ બલ્ડ બેંક તથા ઉપરાંત ડો.જયેશભાઇ ડોબરીયા, ડો.પ્રફુલ કમાણી સહિત ડોકટરની ટીમ પણ ખડેપગે રહેશે. રકતદાન કરનાર તમામ વ્યક્તિને એન.પી.જાડેજા ફેમિલી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સન્માનિત, કરી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. આ કેમ્પમાં ૩૦૦ બેડની સુવિધા રાખવામાં આવી છે.
આ રકતદાન કેમ્પમાં એકત્ર કરેલ રકત થેલેસીમીયા ગ્રસ્ત બાળકો માટે તેમજ જરૂરીયાતમંદ લોકોની મદદ અર્થે અપાશે. આ રકતદાન કેમ્પમાં રકતદાન કરવા માગતાં હોય તે લોકો પોતાનું રજીસ્ટ્રેશન કરવા માટે httpsΡ//blooddonation.hlgroups.in/reg/ લિંક ઉપર કલીક કરી રજીસ્ટ્રેશન કરી તેમજ સ્થળ પરજ રજીસ્ટ્રેશન કરાવી રકતદાન કરી શકશે.
પૃથ્વીસિંહ હેમતસિંહ જાડેજા ગોૈસેવા ઉપરાંત સમાજ માટે ખુબ જ આશીર્વાદરૂપ એવા સમુહ લગ્નોના આયોજનોમાં પણ સંકળાયેલા રહ્યા છે. જેમાં તેઓ દ્વારા દીકરીઓને કરીયાવરનો સામાન તેમજ આર્થિક મદદ કરતા હોય છે.
પાંચ વર્ષ પૂર્વે કોરોના જેવી ભયાવહ મહામારીના કાળ દરમ્યાન જરૂરીયાતમંદ અને આર્થિક રીતે નબળા લોકો માટે અનાજની કિટ વિતરણ માત્ર એટલું જ નહી, તેમને કોરોનાકાળ દરમ્યાન બિમાર લોકોને ઓકસીજનના બાટલા તેમજ વેન્ટીલેટરના મશીનની સગવડતા પુરી પાડવામાં પોતાનાથી શકય તમામ મદદ કરી હતી.
એન.પી.જાડેજા ફેમિલી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા જરૂરીયાતમંદ લોકોને દરેક રીતે મદદ કરવામાં આવે છે. આ ટ્રસ્ટ લોકોની સેવા કરવા માટે ઉભું કરવામા઼ આવ્યું છે. એન.પી.જાડેજા ફેમિલી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા જુદી જુદી સામાજીક સેવાઓ કરવામાં આવે છે. જેમ કે, જુદી જુદી સમાજની વાડી બનાવવા માટે સહયોગ, જુદી જુદી ગૌશાળામાં ઘાસચારો તેમજ ગૌશાળા બનાવવા માટે સહયોગ, સમુહલગ્ન માટે સહયોગ, સ્મશાનના સંચાલન માટે સહયોગ જેવી વિવિધ સેવાકીય પ્રવૃતિઓમાં સહયોગ આપે છે. તેમજ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા દ્વારા પોતાના વોર્ડ વિસ્તારમાં તેમજ માધાપર, રેલનગર, પોપટપરા, સંતોષનગર, જંકશન, પરસાણાનગર, હંસરાજનગર, બેડીનાકા તેમજ ઘંટેશ્વર વિસ્તાર સહિત અંદાજીત ૧૦૦ થી વધારે પ્રાચીન ગરબી મંડળની તમામ બાળાઓને લ્હાણી વિતરણ કરવામાં આવે છે તેમજ રાજકોટ શહેરના નાગરીકો દ્વારા પ્રાથમિક સુવિધા તથા અન્ય બાબત લગત કોઇ પણ ફરિયાદ કે રજુઆત પરત્વે તાત્કાલીક નિકાલ કરવા સતત હાજર અને પ્રયત્નશીલ રહે છે.
આ રકતદાનનું આયોજન પૃથ્વીસિંહ હેમતસિંહ જાડેજા, પૂર્વ પ્રમુખ, તાલુકા પંચાયત રાજકોટ, નરેન્દ્રસિંહ પૃથ્વીસિંહ જાડેજા ડેપ્યુટી મેયર, રાજકોટ મહાનગરપાલિકા તેમજ અને રવિરાજસિંહ પૃથ્વીસિંહ જાડેજા અને ટ્રસ્ટ પરિવાર દ્વારા કરવામાં આવે છે. મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાના જન્મદિવસ પર રાજકીય આગેવાનો, સામાજીક અગ્રણીઓ, કાર્યકર્તાઓ તેમજ મીત્રો અને શુભેચ્છકો (મો. નં. ૯૮૨૫૨ ૧૦૪૭૬) ઉપર તેમને તા. રપ મે ને રવિવારના જન્મદિવસ નિમિતે અગાઉથી શુભેચ્છા પાઠવી રહયા છે.
(4:25 PM IST)










