<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

મોટા મવા કરણઅર્જુન પાર્ટી પ્‍લોટ પાસે રહેતાં દિયર-ભોજાઇએ ફિનાઇલ પીધું

વર્ષોથી રહે છે એ જમીન તંત્રવાહકો ખાલી કરાવતાં હોઇ પગલુ ભર્યુ

રાજકોટ તા. ૨૨: મોટા મવા કરણઅર્જુન પાર્ટી પ્‍લોટ પાસેની શેરીમાં આવેલી વાડીમાં રહેતાં લલીતભાઇ હરિભાઇ પરમાર (ઉ.વ.૪૦) અને તેના ભાભી ચંદ્રીકાબેન કૈલાસભાઇ પરમાર (ઉ.વ.૫૦)એ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં બંનેને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

લલીતભાઇ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે અને તે સાત ભાઇ, એક બહેનમાં નાના છે. ચંદ્રીકાબેનને એક પુત્રી અને બે પુત્ર છે. લલીતભાઇએ જણાવ્‍યું હતું કે અમે જે વાડીમાં રહીએ છીએ તે ૧૨૫ વીઘા જેટલી જગ્‍યા છે. ત્‍યાં સરકાર પ્રોજેક્‍ટ બનાવી રહી છે. આથી અમને જમીન ખાલી કરવા કહેવાયુ છે. અમે માલતદાર તંત્ર પાસે પખવાડીયાનો સમય માંગ્‍યો હોઇ યોગ્‍ય ન થતાં અમે ફિનાઇલ પી લીધું હતું.

(4:12 PM IST)