<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

જેની સાથે મૈત્રીકરાર કર્યા તેણીના ઝઘડાથી માઠુ લાગતાં મનોજે ઝેર પીધું

બરવાળાના યુવાનને રાજકોટ સારવારમાં ખસેડાયો

રાજકોટ તા. ૨૨: જસદણના બરવાળા ગામે રહેતાં મનોજ ગેલાભાઇ  રાઠોડ (ઉ.વ.૨૮) નામના યુવાને વાડીએ ઝેર પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ છે.

મનોજ બે ભાઇ અને બે બહેનમાં નાનો છે તથા કારખાનામાં કામ કરે છે. તેના સગાના કહેવા મુજબ મનોજે બળધોઇ ગામની યુવતિ સાથે ત્રણેક મહિના પહેલા મૈત્રી કરાર કર્યા હતાં. બાદમાં તેણી હવે ઝઘડો કરતી હોઇ માઠુ લાગતાં આ પગલુ ભર્યુ હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જસદણ પોલીસને જાણ કરી હતી.

(4:12 PM IST)