News of Thursday, 22nd May 2025
ડો. સંજયભાઇ પટેલનું હૃદય બેસી જવાથી મૃત્યુ
ધ ટેમ્પલ કોમ્પલેક્ષમાં ઘરે બેભાન થઇ ગયા બાદ સિવિલ હોસ્પિટલમાં દમ તોડયોઃ છેલ્લે માહી ડેરીમાં ફરજ બજાવી હતી

રાજકોટ તા. ૨૨: શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર અર્જુન પાર્ટી પ્લોટ પાસે ધ ટેમ્પલ બિલ્ડીંગ ખાતે રહેતાં ડો. સંજયભાઇ ભાણજીભાઇ સીનોજીયા (ઉ.વ.૬૨)નું હાર્ટએટેક આવી જતાંમૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
જાણવા મળ્યા મુજબ ડો. સંજયભાઇ સીનોજીયા-પટેલ સવારે ઘરે હતાં ત્યારે એકાએક ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર સંજયભાઇ ત્રણ ભાઇમાં નાના હતાં. સંતાનમાં બે પુત્ર છે. અગાઉ તેઓ રાજકોટ ડેરીમાં પશુ ડોક્ટર તરીકે નોકરી કરતાં હતાં અને છેલ્લે ચાર વર્ષ માહી ડેરીમાં ફરજ બજાવી નિવૃત થયા હતાં.
(4:25 PM IST)










