<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

વિસરાતી લોકકલાઓને મળશે રાષ્‍ટ્રીય મંચઃ આવે છે ‘ઇન્‍ડિયન ફોક કાર્નિવલ'

ચોરવાડની શકિત ટિપ્‍પણી નૃત્‍ય મંડળી અને લતીપુરની પટેલ રાસ મંડળી રજૂ કરશે પરંપરાગત નૃત્‍યો : રાજકોટઃ સૌરાષ્‍ટ્રની જીવંત લોકસંસ્‍કળતિ તથા અને લોકકલાને રાષ્‍ટ્રીય મંચ પર ઉજાગર કરવાની એક અનોખી તક ઉભી થઇ છે. અમદાવાદમાં યોજાનાર ઇન્‍ડિયન ફ્રોક કાર્નિવલ (IFC) ના મંચ પર આ વર્ષે સૌરાષ્‍ટ્રની બે પ્રખ્‍યાત લોકનળત્‍ય મંડળીઓ તેમની સુંદર રજૂઆતો આપશે.

ચોરવાડથી શ્રી શક્‍તિ ટિપ્‍પણી નળત્‍ય મંડળીના પ્રવીણભાઈ વાઢેરના નેતળત્‍વમાં પરંપરાગત ટિપ્‍પણી નળત્‍ય રજુ કરવામાં આવશે. ટિપ્‍પણી એ સૌરાષ્‍ટ્રના કઠોર પરિશ્રમજીવી સમુદાયનું ઉર્જાસભર નળત્‍ય છે, જેમાં લાકડાની ટિપ્‍પણીઓ સાથે ઢોલના ઘનઘોર તાલે ગતિશીલ નળત્‍ય થાય છે. વિશિષ્ટ પોશાક, રંગબેરંગી પઘડી અને ઢોલની ધમાકેદાર તાલ સાથે ટિપ્‍પણી નળત્‍ય સૌરાષ્‍ટ્રની ખરાત અને મરદાનગી દર્શાવે છે.

બીજી બાજુ લતીપુરથી શ્રી મહેન્‍દ્રભાઈ આણદાણીની પટેલ રાસ મંડળી દ્વારા કણબી રાસ રજૂ કરાશે. કણબી રાસ એ સમળદ્ધ ખેતી-સંસ્‍કળતિ ધરાવતો રાસ છે, જેમાં ધરતીપુત્રોની ધબકતી ઊર્જા જોવા મળે છે.

આ બંને મંડળીઓ IFCમાં દર્શકોને માત્ર નળત્‍ય નહીં, પણ લોકોની સંસ્‍કળતિ, ઇતિહાસ અને જીવનશૈલીનો જીવંત અનુભવ કરાવશે. ઇન્‍ડિયન ફોક કાર્નિવલમાં દેશભરના ૨૦થી વધુ રાજ્‍યોના લોકકલાકાર ભાગ લેશે અને ગુજરાતની માવજત કરનારી પરંપરાગત કળાઓને વિશિષ્ટ સ્‍થાન આપવામાં આવ્‍યું છે.

દેશભરના લોકનળત્‍ય અને લોકકલાના કલાકારોને રાષ્‍ટ્રીય મંચ મળી રહે તે હેતુથી ગુજરાત લોકકલા ફાઉન્‍ડેશન દ્વારા ઇન્‍ડિયન ફોક કાર્નિવલનું આયોજન કરવામાં આવ્‍યું છે. આપણી વિસરાતી જતી લોકકલાને મલ્‍ટી મીડિયાના મેગા શો દ્વારા નવી જનરેશન સુધી પહોંચાડવા માટે આ પ્રયોગ થઈ રહ્યો છે. જેમાં ૩ દિવસ તારીખ ૩૦ અને ૩૧મે  તેમજ ૧લી જૂન દરમ્‍યાન અમદાવાદની કર્ણાવતી ક્‍લબમાં લોકનળત્‍યના ૧હજાર થી વધારે કલાકારો પરફોર્મ કરશે. જેમાં ગુજરાતના તમામ પ્રાંતના પરંપરાગત લોકનળત્‍યો જોવા મળશે. ઉપરાંત રાજસ્‍થાન, ઉત્તરપ્રદેશ, પંજાબ, ઓડિસા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, તામિલનાડુ મહારાષ્‍ટ્ર જેવા વિવિધ રાજ્‍યોના લોક કલાકારો પણ પોતાની સાંસ્‍કળતિક વિરાસતને જીવંત કરશે.

ગુજરાત લોક કલા કાઉન્‍ડેશન દેશની એકમાત્ર એવી સંસ્‍થા છે કે જેની સાથે ૫ હજાર થી પણ વધુ લોક કલાકારો જોડાયેલા છે અને આ કલાકારોને દેશ-વિદેશમાં પ્‍લેટફોર્મ પૂરું પાડવાનું કામ આ સંસ્‍થા કરી રહી છે. આ સંસ્‍થાના સ્‍થાપક અને લોકકલાવિદ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવે આ કાર્નિવલ માટે જણાવ્‍યું કે, ગુજરાત લોકકલા ફાઉન્‍ડેશનનું મંચ. એ તળના કલાકારો પાસે રહેલી ટોચની કળા પીરસવાનું ભારતનું સૌથી મોટું મંચ છે.

આ સંસ્‍થાના મેનેજિંગ ટ્રસ્‍ટી નરેન્‍દ્રસિંહ જાદવે આ શો બાબતે જણાવ્‍યું કે, આપણી લોકકલા GEN Zથી આગળ વધીને GEN ALPHA અને GEN BETA સુધી પહોંચ્‍યા બાદ પણ તરોતાજા રહે તે માટે આ અનોખું આયોજન થઈ રહ્યું છે. આ ત્રિ-દિવસીય કાર્યક્રમમાં પહેલા દિવસે ગુજરાતના લોકનળત્‍યો, બીજા દિવસે આદિવાસી લોકનળત્‍યો અને ત્રીજા દિવસે દેશના જુદાં જુદાં રાજ્‍યોના પરંપરાગત લોકનળત્‍યો પરફોર્મ કરવામાં આવશે.

વિશાળ એલઇડી સ્‍ક્રીન પર કોન્‍સેપ્‍ચ્‍યુઅલ વિઝયુલ ડિઝાઇન, સુપર્બ સાઉન્‍ડ સિસ્‍ટ્રઝ, લેટેસ્‍ટ લાઇટિંગ સાથે આ સમગ્ર કાર્યક્રમ યોજાશે. જે બાબતે વાત કરતા ઇવેન્‍ટ ડિરેક્‍ટર અને ધ વિઝયુઅલાઈઝરના ફાઉન્‍ડર જિતેન્‍દ્ર બાંધણિયાએ જણાવ્‍યુ કે, આ એક એવો શો છે, જેનાથી બે જનરેશન કનેક્‍ટ થશે... અત્‍યારની પેઢી પણ કલાની ચાહક છે જ... બસ તેમને તેમના અંદાજમાં પીરસવું પડે છે. આમ કરવાથી નવી પેઢીને મૂળ સાથે જોડી શકાશે.

૩ દિવસના આ શો માં, ૨ વર્કશોપ, ૨ આર્ટ ગેલેરી, ૧૦થી વધુ એવોર્ડ, ૧હજાર થી વધુ કલાકારો અને ૫૦થી વધુ પરંપરાગત ડાંસ ફોમ જોવા મળશે.. આ શો દ્વારા વિસરાતી જતી લોકકલાને રાષ્‍ટ્રીય મંચ મળશે. કલાચાહકો માટે આ કાર્યક્રમમાં એન્‍ટ્રી ફ્રી છે, પણ રજીસ્‍ટ્રેશન ફરજીયાત છે. પાસ માટે ૯૦૧૬૦૩૧૭૪૩ નંબર પર સંપર્ક કરી વધુ વિગત મેળવી શકાશે.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે નરેન્‍દ્રસિંહ જાદવ (મેને.ટ્રસ્‍ટી ગુજરાત લોક કલા ફાઉન્‍ડેશન), જીતુભાઇ બાંદલીયા (ઇવેન્‍ટ ડીરેકટર), નવલસિંહ ડોડીયા (ગુજરાત લોકકલા ફાઉન્‍ડેશન), મૌલીક મહેતા (વરિષ્‍ઠ પત્રકાર) અને મોહિત ભટ્ટ (વરિષ્‍ઠ પરિપત્ર) નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(4:16 PM IST)