<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

સાંજે રાજકોટના હવામાનમાં અચાનક પલટો :ભારે પવન ફુંકાયો :ધૂળની ઊડતી ડમરી : વાદળોની ગડગડાટી વચ્ચે મેઘાવી માહોલ : અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ

બપોર બાદ ભારે ઉકળાટ વચ્ચે સાંજે 5-30 વાગ્યાથી વાતાવરણમાં અચાનક પલટો :વાદળોના તીવ્ર ગડગડાટ અને જોરદાર પવન સાથે અનેક વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો

રાજકોટ :આજે બપોર બાદ હવામાનમાં અચાનક પલટો આવ્યો છે, ભારે પવન અને વાદળોના ગડગડાટ વચ્ચે મેઘાવી માહોલ છવાયો છે , શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો છે

બપોર બાદ ભારે ઉકળાટ વચ્ચે સાંજે 5-30 વાગ્યાથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે વાદળોના તીવ્ર ગડગડાટ અને જોરદાર પવન સાથે અનેક વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો  છે

અચાનક વરસાદ ખાબકતા વાહનચાલકોમાં અફરાતફરી મચી જવા પામી હતી

 

(5:59 PM IST)