હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 23rd May 2025
માયાણી ચોકના ખીજડાવાળા રોડ પર અશોકભાઇ પર ઝાડ તૂટી પડયું
નોકરી પુરી કરી બાઇક પર ઘરે જતી વખતે બનાવઃ માથામાં ઇજા પહોંચતા સારવાર માટે દાખલ કરાયા

રાજકોટ તા. ૨૩: સાંજે મીની વાવાઝોડામાં અનેક ઝાડ પડી ગયા હતાં અને કેટલાક હોર્ડિંગ્સ જમીનદોસ્ત થઇ ગયા હતાં. દોઢસો રીંગ રોડ બાલાજી હોલ પાછળ માયાણી ચોક ખીજડાવાળા રોડ પર એક બાઇકચાલક પર ઝાડ તૂટી પડતાં તે લોહીલુહાણ થઇ ગયા હતાં.
વિશ્વનગર-૩માં રહેતાં મુળ બિહારના અશોકભાઇ અવધેશભાઇ ઝા (ઉ.વ.૪૯) કંપનીમાં નોકરી પુરી કરી બાઇક હંકારી ઘરે જતાં હતાં ત્યારે સાંજે સાડાછએક વાગ્યે ખીજડાવાળા રોડ પર ચાલુ બાઇકે તેમના પર ઝાડ પડતાં ઇજા થઇ હતી. લોકોએ તેમને બહાર કાઢી ૧૦૮ બોલાવી સારવાર માટે ખસેડતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.
(1:49 PM IST)










