News of Friday, 23rd May 2025
રિક્ષાની ટાંકીમાંથી પાણી ન દેતાં પડધરીમાં ચંદુ પર હુમલો
પડોશી અનિલે સહિતના છરી-પાઇપથી તૂટી પડયા

રાજકોટ તા. ૨૩: પડધરીના ગીતાનગરમાં રહેતાં ચંદુભાઇ કરમશીભાઇ વાઘેલા (ઉ.વ.૩૧) નામના યુવાન પર તેના જ પડોશી અનિલ સહિતનાએ છરી, પાઇપથી હુમલો કરતાં માથા-શરીરે ઇજાઓ થતાં પડધરી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ છે.
ચંદુભાઇના કહેવા મુજબ પોતે છકડો રિક્ષામાં પાણીની ટાંકી રાખી ફેરા કરે છે. અવાર-નવાર તેની રિક્ષામાંથી પડોશી પાણી ભરી જાય છે. ગઇકાલે પોતાને પાણીની જરૂર હોઇ રિક્ષાની ટાંકીમાંથી પાણી ભરવાની અનિલને ના પાડતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને બીજા શખ્સો સાથે મળી હુમલો કર્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરી હતી.
(1:52 PM IST)










