News of Friday, 23rd May 2025
અમરજીતનગરમાં સ્માર્ટ આંગણવાડીનું લોકાર્પણ

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારાસૌ પ્રથમ રોલેક્ષરિંગ્સ લિમિટેડ કંપનીના CSR ફંડના સહયોગથી વોર્ડ નંબરપ્ર૨માં અમરજીતનગરમાં સ્માર્ટ આંગણવાડી કેન્દ્ર નંબર-૬૮ બનાવવામાં આવેલ. જેનું લોકાર્પણ રોલેક્ષ રિંગ્સ લિ.ના એમ.ડી. મનેશભાઈ માદેકાના હસ્તે કરવામાં આવ્યું.આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેલ હતા. સ્માર્ટ આંગણવાડી બનાવા માટે રાજકોટ સ્થિત રોલેક્ષ રીંગ્સ લિમિટેડ કંપની દ્વારા માતબર રકમનો આર્થિક સહયોગ પૂરો પાડવામાં આવેલ છે. જેના સહયોગથી વોર્ડ નં.૨માં અમરજીતનગરમાં અદ્યતન સુવિધાઓ સાથેની આંગણવાડી કેન્દ્ર બનાવવામાં આવેલ. આ આંગણવાડી ૭૩૫ ચોરસ ફૂટ બાંધકામમાં બાળકોને બેસવા માટેનો હોલ,રસોડું, સ્ટોર રૂમ, વોશિંગ એરીયા, શૌચાલય, ૪૮૦ ચોરસ ફૂટ કમ્પાઉન્ડ હોલની સુવિધા સાથે બાળકોને આકર્ષિત કરે તેવા BALAની ગાઈડલાઈન મુજબના ભિતચિત્રો, સ્માર્ટ ટીવી, ફર્નિચર,પંખા,લાઈટ, પીવાના પાણી માટે RO સિસ્ટમ, રમકડાં અને પોષણ વાટિકા જેવી તમામ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવેલ છે. આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, રોલેક્ષ રીંગ્સ લિમિટેડના મેનેજીંગ ડાયરેક્ટર મનેશભાઈ માદેકા, શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવભાઇ દવે, ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા, શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગિન શામક દળ સમિતિના ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા, વોર્ડ કોર્પોરેટર મીનાબા જાડેજા, વોર્ડ પ્રભારી કુલદીપસિંહ, વોર્ડ પ્રમુખ ભાવેશભાઇ ટોયટા, વોર્ડ મહામંત્રી ધૈર્યભાઇ પારેખ અને હર્ષવર્ધનભાઇ કોહર, અને CSR ફંડ લેનાર ઘટક-૩ના બાળવિકાસ યોજના અધિકારીશ્રી પૂજાબેન જોષીતથા આઈ.સી.ડી.એસ. વિભાગનો સ્ટાફ હાજર રહેલ.(૨૩.૨૬)
(2:05 PM IST)










