હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સ્કુલો આસપાસ તમાકુનું વેચાણ કરતા વેપારીઓ સામે કડક હાથે પગલા ભરોઃ આવા વિતરકો પર દરોડા વધારો
અવાવરૂ જગ્યાઓ-ડેમો આસપાસ થતુ ગાંજા-અફીણનું વાવેતર શોધી કાઢો : નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક મળીઃ યુવાનોમાં ખાસ જાગૃતિ જરૂરીઃ પ્રાંત અધિકારીઓને કાર્યવાહી કરવા સૂચના

રાજકોટ, તા. ૨૩: રાજકોટ જિલ્લા ક્લેક્ટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને રાજકોટ જિલ્લા કક્ષાની નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ હતી. કલેકટરે વિવિધ વિભાગ દ્વારા ડ્રગ્સ વિરોધી કરેલી કામગીરીની સમીક્ષા હાથ ધરી આવનારા દિવસોમાં ડ્રગ્સ, નશીલી દવાઓ તેમજ શાળા આસપાસ તમાકુનું વેચાણકર્તા વેપારીઓ પર સખ્ત હાથે કામગીરી કરવા સૂચના આપી હતી.
કલેકટરે જે લોકો આ દુષણનો શિકાર બન્યા હોય તેઓ માટે વ્યસનમુક્તિકેન્દ્રનો ખાસ પ્રચાર પ્રસાર કરવા પણ સૂચના આપી હતી. અધિકારીઓને ડ્રગ્સ વિરોધી કામગીરી, જેમાં ડ્રગ્સના દૂષણને નાથવા યુવાનોમાં જાગળતિ કેળવવા પર ખાસ ભાર મુકાયો હતો. આ સાથે જાગળતિ ઝુંબેશ વધારવા તથા સરકારી કાર્યક્રમોમાં ઉપસ્થિત નાગરિકો, યુવાનોને ‘સે નો ટુ ડ્રગ્સ'ના શપથ લેવડાવવા નિર્દેશ આપવામાં આવ્યા હતા.
કલેક્ટર આ બેઠકમાં જણાવ્યું હતું કે, શાળા-કોલેજ નજીક તમાકુ, સિગારેટ કે ડ્રગ્સનું વેચાણ ન જ થવું જોઈએ. તેમણે આવા વિતરકો પર દરોડા વધારવા સૂચના આપી હતી. ડ્રગ્સના દૂષણને સમાજમાંથી નાબૂદ કરવા સરકારશ્રી પણ ખાસ ભાર મુકી રહી છે, ત્યારે લોકોમાં તેમજ યુવાનોમાં વધુ જાગળતિ લાવવા માટે નશાબંધી ખાતાને જનજાગળતિ ઝુંબેશનું પ્રમાણ વધારવા તેમણે જણાવ્યું હતું. એટલું જ નહીં, સરકારી કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં તમામ સમાજના લોકો જોડાતા હોય છે, ત્યારે આવા કાર્યક્રમોમાં પણ નશો-ડ્રગ્સથી દૂર રહેવાના શપથ લેવડાવવા પણ પ્રાંત અધિકારીઓને નિર્દેશ અપાયા હતા.
રાજકોટ જિલ્લામાં અવાવરુ જગ્યાઓ તેમજ ડેમો આસપાસની ખાલી જગ્યામાં છુપાઈને થતું ગાંજા તેમજ અફીણનું વાવેતર શોધી કાઢવા માટે તેમજ મેડિકલ સ્ટોરમાં પ્રિસ્ક્રિપ્શન વિના વેચાતા નશીલા સીરપના વેચાણ પર સઘન નિરીક્ષણ રાખી પરિણામલક્ષી કામગીરી કરવા તેમણે સૂચના આપી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, અધિક પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયા, રાજકોટ ઝોન-૨ ડી.સી.પી. શ્રી જગદીશ બંગરવા, નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.કે. ગૌતમ, આસિસ્ટન્ટ કલેકટરશ્રી મહેક જૈન, પ્રાંત અધિકારીઓ સર્વે શ્રી વિમલ ચક્રવર્તી, શ્રી આર.આર. ખાંભરા, રાહુલ ગમારા, નાગાજણ તરખાલા, પ્રિયંક ગલચર, એસ.ઓ.જી.ના અધિકારીઓ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, ફોરેન્સિક વિભાગ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.










