<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

અંબિકા ટાઉનશીપમાં ગેરકાયદે બાંધકામનો કડુસલોઃ સામાકાંઠે ૫ દુકાન-૧-મકાન તોડી પડાયા

મનપા દ્વારા વોર્ડ નં.૧૧ વસંત વાટીકા તથા વોર્ડ નં. ૫ માલધારી સોસાયટીમાં ડીમોલેશનઃ ટાઉન પ્‍લાનીંગ શાખાની કાર્યવાહી

રાજકોટઃ તા.૨૩: ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા શહેરના વોર્ડ નં. ૧૧ ના અંબિકા ટાઉન શીપની વસંત વાટીકામા઼ ખડકાયેલ વાણીજય હેતુનું ગેરકાયદે બાંધકામ તોડી પાડી ૧૫૦ ચો.મી. જગ્‍યા ખુલ્લી કરવામાં આવી હતી. જયારે વોર્ડ નં. ૫ ની માલધારી સોસાયટીમાં ગેરકાયદે ખડકી દેવાયેલ ૫ દુકાન તથા એક મકાનનો કડુસલો બોલાવી દેવામાં આવ્‍યો હતો.

રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્‍લાનીગ શાખા દ્વારા વેસ્‍ટ ઝોન હેઠળના વોર્ડ નં.૧૧માં ડીમોલીશન કરવામાં આવ્‍યું હતું. મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના આદેશાનુસાર તથા નાયબ કમિશનર ચેતન નંદાણીના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા આજ રોજ  અનઅધિકળત બાંધકામને દુર કરવા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવેલ.

જેમાં વોર્ડ નં.૧૧ના વસંત વાટીકા, અંબિકા ટાઉનશીપ મુખ્‍યમાર્ગ ખાતે વાણીજ્‍ય હેતુનું કબ્‍જા/વપરાશમાં આવેલ ઉપરોક્‍ત સ્‍થળે દર્શાવેલ મિલ્‍કત પર ગેરકાયદેસર બાંધકામ ધ્‍યાને આવતા અત્રેથી કલમ-૨૬૦(૧) મુજબની નોટીસ પાઠવવામાં આવેલ તેમ છતાં આસામીશ્રી દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામ દુર કરવામાં ન આવતા, ૨૬૦(૨) ની નોટીસ પાઠવવામાં આવેલ. સદર ગેરકાયદેસર બાંધકામ દુર ન થતા આજરોજ સવારથી વાણીજ્‍ય હેતુનું અંદાજીત ૧૫૦.૦૦ ચો.મી. નું બાંધકામ દુર કરેલ છે.

આ ડીમોલીશનમાં ટાઉન પ્‍લાનીંગ શાખા, વેસ્‍ટ ઝોન, આસી. ટાઉન પ્‍લાનર તથા તમામ આસી. એન્‍જીનીયર, એડી. આસી. એન્‍જીનીયર, હેડ સર્વેયર, સર્વેયર અને વર્ક આસિસ્‍ટન્‍ટ તેમજ અન્‍ય જુદી-જુદી શાખાઓ જેવી કે, જગ્‍યા રોકાણ શાખા, ફાયર વિભાગ, રોશની વિભાગ, કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે તે માટે વિજિલન્‍સનો પોલીસ સ્‍ટાફ તથા P.G.V.C.L. તેમજ ગુજરાત ગેસ નો સ્‍ટાફ સ્‍થળ પર હાજર રહેલ.

ઉપલા કાંઠે દબાણ દુર

ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા ઈસ્‍ટ ઝોન કચેરી હેઠળના વિસ્‍તારમાં ૫-દુકાન અને ૧-મકાનનું અનાધિકૃત બાંધકામ  દુર કરવામાં આવ્‍યું. મ્‍યુનીસીપલ કમિશનર તુષાર સુમેરા તથા નાયબ મ્‍યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાનીના માર્ગદર્શન તથા સીટી એન્‍જીનીયરશ્રી, એમ.આર.શ્રીવાસ્‍તવના નિર્દેશન હેઠળ મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં આવેલ વોર્ડ નં.૫માં આવેલ માલધારી સોસાયટી, ભવાની રોડવેઝ વાળી શેરીમાં અન-અધિકળત બાંધકામ દુર કરવા માટે ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા ડિમોલીશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.

જેમાં વોર્ડ નં.૫ માં આવેલ માલધારી સોસાયટી, ભવાની રોડવેઝ વાળી શેરીમાં કરવામાં આવેલ અન-અધિકળત દુકાન-૫ તથા મકાન-૧નું રહેણાંક+વાણિજ્‍ય હેતુનું બાંધકામ દુર કરેલ.

આ ડિમોલીશનમાં ટાઉન પ્‍લાનીંગ શાખા પુર્વ ઝોનના તમામ સ્‍ટાફ તથા રોશની શાખા, દબાણ હટાવ શાખા, સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખા, ફાયર અને ઇમરજન્‍સી વિભાગ, બાંધકામ શાખા તથા કાયદો અને વ્‍યવસ્‍થા જળવાય રહે તે માટે સુરક્ષા વિભાગનો સ્‍ટાફ સ્‍થળ પર હાજર રહેલ.

(3:21 PM IST)