News of Friday, 23rd May 2025
શહેરમાં વાવાઝોડાએ ભારે તારાજી સર્જીઃ ૫૩ વૃક્ષો ધરાશાયીઃ હોર્ડિંગ બોર્ડ- વિજપોલ થયા જમીનદોસ્ત

રાજકોટઃ શહેરમાં ગઇકાલે સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અડધીથી પોણી કલાક માટે ૬૫થી ૭૦ કિલોમિટરની ઝડપે મિનિ વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી. અમુક વિસ્તારોમાં બે ર્હોડિંગ્ઝ અને ૫૦થી વધુ વૃક્ષો જમીનદોસ્ત થઇ ગયા હતા. સદભાગ્યે જાનહાનિ થઇ ન હતી. વાવાઝોડા સાથે વરસાદી ઝાપટાં પડતા મનપાના ચોપડે ત્રણથી આઠ મીમી વરસાદ નોંધાયો હતો. જો કે, પヘમિના કેટલાક વિસ્તારમાં એક ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો. રાજકોટ મનપાના ફાયર શાખાના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગઇકાલે શહેરમાં સાંજે ૬ વાગ્યા આસપાસ મિનિ વાવાઝોડું ફૂંકાયું હતું. ચક્રાવાતની જેમ ફૂંકાયેલા વાવાઝોડાની તીવ્રતાને કારણે કિસાનપરા ચોક અને જાગનાથ-૪૧માં બે ર્હોડિંગ્ઝ ધરાશાયી થઇ ગયા હતા. તેમજ સાધુ વાસવાણી રોડ પર શિલ્પન ટાવરવાળી શેરી, કોઠારિયા રોડ, ગુરૂપ્રસાદ ચોક, હોસ્પિટલ ચોક, મોરબી રોડ, વાવડી સહિતના વિસ્તારમાં ૫૦ થી વધુ વૃક્ષો જમીનદોસ થયા હતા. જયારે વાવડી,અને મહમદીબાગના વિસ્તારમાં વિજપોલ પણ પડી ગયા હતા. તેમજ ૬૦ થી વધુ કિમીની ઝડપે પવન ફૂંકાયો ત્યારે રેસકોર્સ રિંગરોડ પર એક હોર્ડિગ્સ રોડ પર ધરાશાયી થઇ ગયું હતું સદનસીબી કોઇ વાહન ચાલક પસાર થતા ન હોવાથી જાનહાની ટળી હતી. તે વખતની તસ્વીર (તસ્વીરઃ અશોક બગથરીયા)(૨.૧૮)
(3:30 PM IST)










