<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

મોબાઇલની દુકાનમાંથી ૫૦ હજારનો આઇફોન ચોરી કરનાર મયુર પકડાયો

એ-ડીવીઝન પોલીસના હેડકોન્‍સ કલ્‍પેશભાઇ બોરીચા કોન્‍સ તેજસભાઇ ડેરની બાતમી

 

રાજકોટ તા.૨૩: એસ્‍ટ્રોન ચોક પાસે આવેલી મોબાઇલની દુકાનમાંથી રૂા.૫૦ હજારનો મોબાઇલ ચોરી કરનાર શખ્‍સને એ-ડીવીઝન પોલીસે ઢેબર રોડ પરથી  પકડી લીધો હતો. મળતી વિગત મુજબ ઢેબર રોડ પર એક શખ્‍સ ચોરાઉ મોબાઇલ ફોન વેંચવા આવ્‍યો હોવાની એ-ડીવીઝન પોલીસના હેડ કોન્‍સ કલ્‍પેશભાઇ બોરીચા, કોન્‍સ તેજસભાઇ ડેરને બાતમી મળતા સ્‍ટાફ સાથે ઢેબર રોડ પર બસ સ્‍ટેન્‍ડ પાસેથી મયુર રમેશભાઇ ગોહેલ (ઉ.૨૧)  (રહે. શાપર-વેરાવળ મુળ ગળોદરગામ, જૂનાગઢ) ને રૂા. ૫૦ હજારની કિંમતનો ચોરાઉ આઇફોન સાથે પકડી લીધો  હતો. તેની પૂછપરછ કરતા મયુરે આઠ દિવસ પહેલા એસ્‍ટ્રોન ચોક પાસે આવેલી મેહુલ ટેલીકોમ નામની દુકાનમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી. આ કામગીરી ઇન્‍ચાર્જ પી.આઇ. બીવી બોરીસાગરના માગદર્શન હેઠળ પી.એસ. આઇ. એસ.એમ.રાણા એ.એસ.આઇ.બી.વી. ગોહિલ એમ.એસ ેમકવાણા હેડ.કોન્‍સ. કલ્‍પેશભાઇ બોરીચા, કનુભાઇ ધારાભાઇ વનારીયા સાગરભાઇ માવદીયા કોન્‍સ યોગેશભાઇ મકવાણા ધર્મેશભાઇ ખાંડેખા તેજસભાઇ ડેર દ્વારા કરવામાં આવી હતી. (૩.૧૮)

(3:31 PM IST)