News of Friday, 23rd May 2025
છ મોબાઇલ ફોનની ચીલઝડપ કરનાર વનરાજ ઉર્ફે ટકાને તાલુકા પોલીસે દબોચ્યો
એ.એસ.આઇ. હરપાલસિંહ જાડેજા, કોન્સ. બલભદ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા અને શિવભદ્રસિંહ ગોહિલની બાતમીઃ મોબાઇલ અને રોકડ મળી રૂા. ૮૦ હજારનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ તા. ર૩: નવો દોઢસો ફૂટ રીંગ રોડ પર કરણ-અર્જુન પાર્ટી પ્લોટ પાસે તાલુકા પોલીસે બાતમીના આધારે છ અલગ અલગ મોબાઇલ ફોનની ચીલઝડપ કરનાર શખ્સને પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ નવો દોઢસો ફૂટ રીંગ રોડ પર એક શખ્સ બાઇક પર ચોરાઉ મોબાઇલ સાથે ઉભો હોવાની તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ. હરપાલસિંહ જાડેજા, કોન્સ. બલભદ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા અને શિવભદ્રસિંહ ગોહિલને બાતમી મળતા સ્ટાફ સાથે નવા દોઢસો ફૂટ રીંગ રોડ પર આવેલા કરણ-અર્જુન પાર્ટી પ્લોટ પાસે બાઇક લઇને ઉભેલા વનરાજ ઉર્ફે ટકો રવજીભાઇ હાડા (ઉ.વ. ર૦) (રહે. બાલાજી હોલ પાસે આર.એમ.સી. કવાર્ટર બ્લોક નં. ૧ર રૂમ નં. ૧૬૮૧) ને પકડી લઇ અલગ અલગ છ ચોરાઉ મોબાઇલ ફોન કબ્જે કર્યા હતા તેની પુછપરછમાં અલગ અલગ વિસ્તારમાં છ મોબાઇલની ચીલઝડપ કર્યાની કબુલાત આપી હતી. આ કામગીરી પી.આઇ. ડી. એમ. હરીપરાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ. એચ. મહારાજ, એ.એસ.આઇ. હરપાલસિંહ જાડેજા, હેડ કોન્સ. કૌશેન્દ્રસિંહ ઝાલા, અજયભાઇ ભુંડીયા, કોન્સ. ભીખુભાઇ મૈયડ, મયુરસિંહ જાડેજા, જયપાલસિંહ સરવૈયા, શિવભદ્રસિંહ ગોહિલ, ઉગાભાઇ બાળા, બલભદ્રસિંહ જાડેજા, અક્ષયભાઇ નાથાણી અને કુલદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી. (૭.રપ)
(3:32 PM IST)










