હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જામગઢની વાડીમાં ભાઇની હત્યા સગા ભાઇએ જ કરી હતી !
ફરીયાદી વિનો વેલાભાઈ વાવડીયાએ જ નાનાભાઇ મુકેશને પતાવી દીધોઃ વિનાને ભાઇઓ ભાગની દોઢ-બે વિઘા જમીન વેચવીહતી મુકેશ વેચવા દેતો ન હતોઃ આ મામલા ઉપરાંત ઘેર દારૂ પી ધમાલ કરવાનો મુદ્દો પણ કારણભૂત બન્યો : ક્રાઇમ બ્રાન્ચને સફળતા

રાજકોટ, તા., ૨૩ : કુવાડવાના જામગઢ ગામે વાડીએ સુતેલા શખ્સની અજાણ્યા હુમલાખોરોએ હત્યા કર્યાની સગા ભાઇએ નોંધાવેલી ફરીયાદમાં ફરીયાદી ખુદ જ હત્યારો નિકળતા સનસનાટી મચી જવા પામી છે. બે ભાઇઓ વચ્ચે દોઢ-બે વિઘા જમીન વેચવા-ન વેચવાનો વિવાદ ચાલતો હતો. આ ઉપરાંત હત્યાનો ભોગ બનનાર દારૂ પીવાની ટેવવાળો અને ઘરે દારૂ ઢીંચી મા-બાપને માર મારી અવાર નવાર બબાલ કરતો હોવાનું કારણ પણ હત્યા પાછળ સાથોસાથ જવાબદાર બન્યાનું ડીસીપી પાર્થરાજસિંહ ગોહીલે જણાવ્યું હતું.
જામગઢમાં એક સપ્તાહ પૂર્વે વાડીએ સુતેલા યુવાનની કોઈ અજાણ્યા શખસોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હોવાથી કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.દરમ્યાન આ બનાવમાં ક્રાઈમ બ્રાન્ચે ઝંપલાવી અનેક લોકોની પુછપરછ કરી મળતકના મોટાભાઈને સકંજામાં લઈ આકરી ઢબે પુછતાછ કરતા હત્યાના કેસમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો હતો. પોતે જ નાનાભાઈને મોતને ઘાટ ઉતારી દઈ ખોટી સ્ટોરી ઘડી પોલીસને ગેરમાર્ગે દોરી પણ ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલી નાખ્યો છે.
જામગઢ ગામે રહેતા અને ખેતીવાડી કરતા વિનુભાઈ ઉર્ફે વિનો વેલાભાઈ વાવડીયાએ કુવાડવા રોડ પોલીસમાં અજાણ્યા સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે અમો ચાર ભાઈ-બહેન છીએ. જેમાં નાનો મુકેશ વેલાભાઈ વાવડીયા ઉ.૩૩ હતો.ગઈકાલે પરિવાર સાથે જમી મુકેશ બહાર ગયો હતો.અને રાત્રીના વાડીએ સુવા જતો રહે છે. હું પણ જમીને ગામમાં પાનની કેબીને બીડી લેવા ગયો હતો.અને થોડીવાર ત્યાં બેસી પરત ઘરે આવી સુઈ ગયેલ હતો. વહેલી સવારે ૬ વાગ્યે ચા-પાણી પી ગાયને દોઈ સવારે ૭ વાગ્યે ઘરેથી વાડીએ ગયેલ ત્યારે ભાઈ મુકેશ વાડીએ ખાટલા ઉપર લોહી લુહાણ હાલતમાં પડેલ તેને મોઢે-આંખે અને કપાળના ભાગે તીક્ષણ હથિયારના ઘા ઝીંકયા હોવાના નિશાન જોવા મળ્યા હતા.જેથી પત્નિને વાત કરી ધનજીભાઈને વાડીએ આવવાનું કહેતા તેઓ આવી ગયેલ. બાદ મે મારા ફોનમાંથી પોલીસ અને ૧૦૮ને જાણ કરતા ઈએમટી સહિતનો સ્ટાફ દોડી ભાઈ મુકેશને તપાસી મળત જાહેર કર્યો હતો.જેથી પોલીસે મળતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિ.માં ખસેડયો હતો.આમ કોઈ અજાણ્યા શખસોએ નાનોભાઈ વાડીએ સુતો હતો ત્યારે તીક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા નિપજાવ્યા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
દરમ્યાન આ તપાસમાં ડીસીબીની ટીમે પણ ઝંપલાવતા ફરિયાદી જ હત્યારો હોવાનું ખુલતાં મોટાભાઈને સકંજામાં લઈ આકરી ઢબે પુછતાછ કરતા મળતક મુકેશ દારૂ પી વાની કુટેવ. ધરાવતો હોવાથી અવાર-નવાર ઘરમાં દારૂ પીઆવી ઘમાલ મચાવતો અને મા-બાપને મારકુટ કરતો હોવાથી મોટાભાઈએ જ મળતક વાડીએ સુવા ગયો ત્યારે પાછળથી જઈ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી કાંટો કાઢી હતો.પોતાના પર કોઈ શંકા ન કરે તે માટે ભાઈનું વાડીએ ઢીમ ઢાળી દઈ પરત ઘર આવી સુઈ ગયો હતો.બાદ વ્હેલી સવારે વાડીએ જઈ પત્નેિ ફોન લગાડી વાત કરીને તેના સગાને વાડીએ બોલાવી ખોટી સ્ટોરી ઘડી પોલીસને ગેરમાર્ગે દોરવાનો -યાસ કર્યો હતો. પરંતુ ક્રાઈમબ્રાંચે મોટાભાઈ વિનુ ઉર્ફે વિનો વેલાભાઈ વાવડીયાની ધરપકડ કરી હત્યાનો એક સપ્તાહ બાદ ભેદ ઉકેલી નાખ્યો છે.
આ સફળ કામગીરી ક્રાઇમ બ્રાન્ચના એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ, પીએસઆઇ એમ.કે. મોવલીયા, વી.ડી.ડોડીયા, એએસઆઇ રણજીતસિંહ પઢારીયા, વિજયરાજસિંહ જાડેજા, સંજય દાફડા, હેડ કોન્સ્ટેબલ સંજય રૂપાપરા, સુભાસભાઇ ઘોઘારી, જયદેવસિંહ પરમાર, દિલીપભાઇ બોરીચા, ક્રિપાલસિંહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ સંજય ખાખરીયા, તુલસીભાઇ ચુડાસમા, પ્રતિકસિંહ રાઠોડ, પ્રદીપસિંહ જાડેજા અને કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના ખોડુભા જાડેજા, જયપાલભાઇ બરાલીયા, એલસીબી ઝોન-૧ના રવિરાજભાઇ પટગીર અને સત્યજીતસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી. (૪.૩૦)










