હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 23rd May 2025
પીડીયુ સિવિલ હોસ્પિટલના કર્મચારીઓને સોફટ સ્કીલ ટ્રેનિંગ અંતર્ગત ૯૦૦ના સ્ટાફને તાલિમ
દર્દીઓ સાથે કઇ રીતે સહાનુભુતી દાખવવી તે સહિતની તાલિમ અપાઇ : વહિવટી અધિકારી-મેડિકલ ઓફિસર મહેન્દ્ર ચાવડાએ તાલિમાર્થીઓનું સન્માન કર્યુ

રાજકોટઃ શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલના સ્ટાફ માટે ઝનાના હોસ્પિટલ ખાતે ‘આરોગ્ય સાથી' પ્રોજેક્ટ અંતર્ગત ‘સોફટ સ્કીલ ટ્રેનિંગ' પ્રોગ્રામનો આરંભ કરાયો છે. જેમાં દર્દીઓ સાથે સહાનુભૂતિ સાથે સારી રીતે કામગીરી સહિતના વિવિધ વિષયો અંતર્ગત કર્મચારીઓને વિશિષ્ટ તાલીમ આપવામાં આવી રહી છે. હોસ્પિટલના વહીવટી અધિકારી અને મેડિકલ ઓફિસર ડોક્ટર મહેન્દ્ર ચાવડાએ આ સેન્ટરની મુલાકાત લીધી હતી અને તાલીમાર્થીઓને સર્ટિફિકેટ તેમજ મોમેન્ટો આપી તેઓને શુભેચ્છા પાઠવી હતી. સિવિલ હોસ્પિટલના આશરે ૯૦૦ જેટલા સ્ટાફને આ ટ્રેનિંગ આપવાનો કાર્યક્રમ હાલ ચાલુ છે. અત્યાર સુધીમાં ૨૫૦ જેટલા લોકોને તાલીમ આપવામાં આવી હોવાનું ટ્રેનર વૈશાલીબેન ચુડાસમાએ જણાવ્યું છે. એચઆર ભાવનાબેન સોની, સોફટ સ્કીલ ટ્રેનર વૈશાલી ચુડાસમા, વિપુલભાઇ પંડયા સહિતે તાલિમ આપી હતી.
(3:33 PM IST)










