તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th May 2025
આવતીકાલે સૌરાષ્ટ્રમાં આમ્રક્રાંતિનો ઉદયઃ મનસુખ સુવાગીયાનો પ્રાકૃતિક કૃષિ ચમત્કાર
કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ, સાંસદ પુરૂષોતમભાઇ રૂપાલા સહિત અનેક અગ્રણી ખેડૂતો ઉપસ્થિત રહેશે

રાજકોટ તા.૨૪: સૌરાષ્ટ્રની ધરતી પરથી વિશ્વ આમ્રક્રાંતિનો મંગલ પ્રારંભ થઈ રહ્યો છે. આવતી કાલે તા.૨૫ના રવિવારે રાજકોટ નજીક ચીભડા ગામે મનસુખભાઈ સુવાગીયાના સંસ્કળતિ ફાર્મ ખાતે બસો પ્રકારના દેશી આંબા અને વીસ પ્રકારના શાકભાજીનું પ્રદર્શન યોજાશે. આ કાર્યક્રમમાં ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા સહિત અનેક ગણમાન્ય ખેડૂતો ઉપસ્થિત રહેશે.
મનસુખભાઈએ જળસંકટનો સામનો કરવા લોકફંડ અને શ્રમદાનથી ચેકડેમ-તળાવ યોજના શરૂ કરી, જેનાથી જળક્રાંતિનો પાયો નંખાયો. ગીર-કાંકરેજ ગોવંશના સંરક્ષણ માટે ‘‘ગીર ગાય આપણા આંગણે'' યોજના દ્વારા ગોક્રાંતિ સફળ થઈ. રાસાયણિક ખેતીથી થતા નુકસાનને જોતાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો પ્રારંભ કર્યો, જે દેશભરમાં નવા યુગની શરૂઆત બની.
૨૦૦૮થી લુપ્ત થતી ૨૦૦ દેશી આંબાની જાતોને શોધી, ગુજરાત અને ભારતનાં પાંચસો કરતાં વધુ ગામોમાં તેનું વાવેતર કરી સંરક્ષણ કર્યું. સંસ્કળતિ ફાર્મમાં પથરાળ જમીન પર પ્રાકૃતિક ખેતીથી ૨૦૦ આંબાની જાતો ઉગાડી. નવીન પ્રયોગો દ્વારા ડીંડલીયા થોર અને નિંદામણના છોડનો ઉપયોગ કરી આંબાને રોગમુક્ત રાખ્યા. ફૂગના ઉપદ્રવને રોકવા હિંગ, અજમા, કાળીજીરીના ઉકાળાથી છંટકાવ કરી, બે વર્ષના આંબામાં અભૂતપૂર્વ ઉત્પાદન મેળવ્યું. આ સંશોધન ખેડૂતો માટે લાખો અને દેશ માટે અબજોનો લાભ આપશે.
જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા ૨૦૦ પ્રકારના દેશી કૃષિ બીજનું વાવેતર અને વિતરણ કરાયું. મનસુખભાઈ માને છે કે દેશી અનાજ, ફળ અને શાકભાજી માનવ અને જીવસળષ્ટિ માટે આરોગ્યદાયી છે. આ પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વએ સ્વીકારવું જોઈએ.
કાર્યક્રમમાં ખેડૂતો અને પ્રકૃતિ પ્રેમીઓને નિમંત્રણ અપાયું છે. રજીસ્ટ્રેશન ફરજિયાત, સંપર્કઃ ગોપાલભાઈ કોટડીયા (૯૬૨૪૪ ૨૪૭૫૭). મનસુખભાઈ સુવાગીયા, પ્રમુખ, જળક્રાંતિ ટ્રસ્ટ, રાજકોટ.(૩૮.૩૨)
(3:31 PM IST)










