<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th May 2025

શાપર-વેરાવળમાં દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસની ધોંસઃ ૧પની ધરપકડ

શાપર-વેરાવળ પોલીસ તથા રૂરલ એલસીબી ટીમના સંયુકત દરોડાઃ ૧૪ કેસો કરાયા

રાજકોટ તા. ર૪ :.. શાપર-વેરાવળ પોલીસ અને રૂરલ એલસીબીની ટીમે શાપર-વેરાવળમાં દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર ધોંસ બોલાવી ૧પ શખ્‍સો સામે કાર્યવાહી કરી હતી.

જીલ્‍લા પોલીસ વડા શ્રી હિમકરસિંહ  દ્વારા પ્રોહીબીશનને લગતી ગે.કા. પ્રવૃતીને નેસ્‍ત નાબુદ કરવા સૂચના કરવામાં આવેલ હોય જે અન્‍વયે શ્રી સીમરન ભારદ્વાજ  તથા પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્‍યે  કે.જી.ઝાલા નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ  માર્ગદર્શન હેઠળ  રાજકોટ ગ્રામ્‍ય એલ.સી.બી પોલીસ ઇન્‍સ.  વી.વી.ઓડેદરા તથા એલ.સી.બીની અલગ અલગ ટીમ તથા શાપર (વે.)પો.સ્‍ટે.ના પોલીસ ઇન્‍સ.  આર.બી.રાણા તથા શાપર (વે.) પો.સ્‍ટે.ની કુલ-૦૪ અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ જગ્‍યાઓ ઉપર સફળ રેઇડો કરવામાં આવેલ જેમાં ઙ્કોહીબીશનના કુલ-૧૦ કેશ શાપર પોલીસે શોધી કાઢેલ તથા ઙ્કોહીબીશનના ૦૪ કેશ એલ.સી.બી.ની ટીમે શોધી કાઢેલ એમ મળી કુલ ૧૪ ગુન્‍હા શોધી કાઢી કુલ ૧૨૦-લીટર દેશી દારૂ કિં.રૂ.૨૪૦૦૦ /- નો મુદ્દામાલ કબ્‍જે કરેલ તેમજ જુગારનો ૧-ગુન્‍હો શાપર શોધી કાઢી તેમજ કુલ-૧૦ નીલ રેડ કરી આરોપીઓ વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓમાં   (૧) ભરતભાઈ વલ્લભભાઈ સોલંકી રહે.વેરાવળ હાઉશીગ પુઠાના કારખાનાની ઓરડીમાં સામે તા.કોટડા સાંગાણી (૨) ખીમકરણ સ/ઓ હરસુરભાઇ ઉર્ફે હિરાભાઈ માલાણી રહે.શાપર(વે) જુના પાવર હાઉસની પાછળ તા.કો.સા.(૩) પ્રવિણભાઇ વિક્રમભાઇ મણદુરીયા રહે.હાલ-વેરાવળ પડવલા રોડ કેપ્‍ટન ટ્રેકટર પાસે પુલ પાસે જુપડામા તા.કોટડા સાંગાણી જી.રાજકોટ(૪) અનિતાબેન વા./ઓ. ઉમેશભાઇ જીવરાજભાઇ સાડમીયા રહે કાગશીયાળી ગામ રાજકોટ ગોંડલ ને.હા. રોડ પર આવેલ ટોયોટા ના સોરૂમ સામે આવેલ ઝુપડા પાસે રસ્‍તા પર તા. લોધીકા (૫) ભરતભાઇ રવજીભાઇ પરમાર રહે. શિતળા મંદીર પાછળ તા.લોધીકા જી.રાજકોટ (૭) નરેન્‍દ્રસિંહ ઉર્ફે મહેન્‍દ્રસિંહ ઉર્ફે ધોની શિવમંગલસિંહ રહે. વેરાવળ રાજુ એન્‍જીનીયરીંગ પાછળ, ૬૬ કે.વી. ની બાજુમા મફતીયા પરા (૭) નાથીબેન વા/ઓ. અજમલભાઇ માલાણી રહે શાપર મેઇન રોડ ફલોટેક કારખાનાની પાછળ ખાડામાં તા.કોટડા સાંગાણી જી.રાજકોટ(૮) નાથીબેન વા/ઓ રાણાભાઈ માલાણી રે.વેરાવળ માઈક્રો ફ્રોજીંગ કારખાના પાસે તા. કોટડા સાંગાણી. જી.રાજકોટ(૯) દેવસુરભાઈ રાજાભાઇ વાલા રહે.શાંન્‍તીધામ પાસે આંબેડકરનગર તળાવના કાઠા પાસે વેરાવળ તા.કો.સાંગાણી (૧૦) નંદુબેન વા/ઓ ભીમજીભાઇ સોલંકી રહે.વેરાવળ(શા) બુધ્‍ધનગર મફતીયાપરા તા.કો.સા.(૧૧) રેણુકાબેન વા/ઓ અરૂણભાઇ ઠાકુર રહે.વેરાવળ(શા) ગેલેકસી પાવડાની સામે વિકાસ સ્‍ટવ પાસે તા.કો.સા.(૧૨) વિનોદભાઇ ગોવિંદભાઇ પીઠીયા રહે વેરાવળ શાપર હાઉસીંગ સોસાયટી શંકર મંદીર પાસે જી.રાજકોટ(૧૩) મયુરસિંહ સુખદેવસિંહ જાડેજા રહે શાપર માઇક્રો ફોર્જીંગ ની બાજુ માં જી.રાજકોટ(૧૪) રામીબેન વા/ઓ ભાયાભાઇ ભાસળીયા રહે શાપર માઇક્રો ફોર્જીન કારખાના પાસે જી.રાજકોટ (૧૫) લલીતભાઈ સોમાભાઈ પરમાર રહે શાપર શ્રીનાથજી સોસાયટી શેરી નં-૦૪ પરફેક્‍ટ હોટલ પાછળ જી.રાજકોટનો સમાવેશ થાય છે.

 આ  કાર્યવાહી  શાપર(વે.) પોલીસના તુષારસિંહ જાડેજા તથા દીનેશભાઇ કાતરીયા તથા વીરમભાઇ ભિંભા  રાજેશભાઇ વાવડીયા  પો.કોન્‍સ લગધીરસિંહ જાડેજા,  દીવ્‍યેશભાઇ શામળા, જગસીભાઇ તથા વીમલભાઇ વેકરીયા, સુમીતભાઇ તથા અલ્‍પેશભાઇ ડામસીયા વિગેરે દ્વારા કરવામા આવેલ છે.

(2:27 PM IST)