તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th May 2025
રાજકોટ સ્ટાર રોકર્સ ગ્રુપ દ્વારા સાંજે કરાઓકે સંગીત સંધ્યા

રાજકોટ તા. ૨૪ : રાજકોટ સ્ટાર રોકર્સ ગ્રુપ દ્વારા આજે તા. ૨૪ ના શનિવારે સાંજે પ.૩૦ થી રાત્રે ૯ સુધી ઇવનીંગ પોસ્ટ જયુબેલી ગાર્ડન ખાતે કરાઓકે મ્યુઝિકલ સંધ્યાનું આયોજન કરાયુ છે.
કલાગુરૂ અને બોલીવુડ મ્યુઝીક ડીરેકટર કમ્પોઝર લલીતભાઇ ત્રિવેદી (ઉ.વ.૮૭) ના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલ નવી જુની ૧૯૫૭ થી ૨૦૨૪ સુધીની ફિલ્મોના ગીતો આ કાર્યક્રમમાં રજુ થશે.
રાજકોટ સ્ટેજ રોકર્સ ગ્રુપના અનુજકુમાર મિશ્રા, ડોકટર પ્રદીપ દવે, કિરીટ ઢોલકીયા, જયસુખ ડોબરીયા, અશરફ મસિયા, દિનેશભાઇ વાળા, રસિકભાઇ કાચા, મીનાબેન શર્મા, કાજલબેન પટેલ વગેરે કલાકારો મધુર કંઠના કામણ પાથરશે.
સંગીત રસીકોને વિનામુલ્યે પ્રવેશ છે. આ કાર્યક્રમમાં બોલબાલા ટ્રસ્ટના જયેશભાઇ ઉપાધ્યાય, સુરેશભાઇ મારૂ, વર્સેટાઇલ સીંગર સીરીશભાઇ ઓઝા ઉપસ્થિત રહી કલાકારોને પ્રોત્સાહીત કરશે. તેમ ડો. પ્રદીપ આર. દવેની યાદીમાં જણાવાયુ છે.
(3:00 PM IST)










