તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th May 2025
માધવરાયજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સોમવારે શ્યામ મંદિરે રૂા. રપ લેખે રાહત દરે ચોપડા વિતરણ
છાસ વિતરણ પણ કરાશે રીઝલ્ટની ઓરીજનલ નકલ સાથે રાખવી

રાજકોટઃ શ્રી માધવરાયજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. ર૬ ને સોમવારે ‘‘શ્યામ મંદિર'' રીંગ રોડ બાયપાસ, કોઠારીયા ચોકડી ખાતે સવારે ૮ થી સ્ટોક સીમીત સુધી સર્વજ્ઞાતિ માટે રાહતદરે ચોપડા વિતરણનું આયોજન કરવામાં આવેલ છે.
બજારમાં ૩૭ રૂા.માં મળતો ચોપડો રૂા.રપ માં આપવામાં આવશે. ર૦ નંગ ચોપડાના સેટ સાથે હેન્ડ બેગ ફ્રી અપાશે. કુલ રપ હજાર ચોપડાનું વિતરણ થશે. સાથે છાસ વિતરણ પણ કરવામાં આવશે. રિઝલ્ટની ઓરીજનલ નકલ સાથે રાખવા જણાવાયું છે.
આયોજન માટે ટ્રસ્ટના પ્રમુખ નિલેશભાઇ ચાવડા,ઉપપ્રમુખ જતીનભાઇ મારૂ,મંત્રી સંદીપભાઇ મકવાણા, ખજાનચી રિતેશભાઇ ટાંક, સહમંત્રી મનોજભાઇ રાઠોડ, તેમજ કારોબારી સભ્યો વિજયભાઇ રાઠોડ, વિપુલભાઇ ટાંક, હિતેષભાઇ ભાલીયા, કે.જે. ચાવડા, રાકેશભાઇ ટાંક, નિખીલભાઇ ટાંક, કિશનભાઇ સોલંકી, નરેન્દ્રભાઇ જેઠવા, ધર્મેન્દ્રભાઇ રાઠોડ, નિલેષભાઇ ચોટલીયા, કમલેશભાઇ વરૂ, જયભાઇ સોલંકી, વગરે જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીર અભિજીત બગથરીયા)
(3:02 PM IST)










