<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th May 2025

હંસરાજનગરમાં મકાનમાંથી દારૂની ૬ર બોટલ સાથે સુમીત પકડાયો

ક્રાંઇમ બ્રાન્‍ચના કોન્‍સ. તુલશીભાઇ ચુડાસમાની બાતમી

રાજકોટઃ તા. ર૪, પોપટપરા નાલા પાસે હંસરાજનગરમાં ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી મકાનમાંથી વિદેશી દારૂની ૬ર બોટલસાથે એક શખ્‍સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ હંસરાજનગરમાં એક મકાનમાં વિદેશી દારૂનો જથ્‍થો હોવાની ક્રાઇમબ્રાંન્‍ચના કોન્‍સ. તુલશીભાઇ ચુડાસમાને બાતમી મળતા એ.એસ.આઇ. વિજયરાજસિંહ જાડેજા, રણજીતસિંહ પઢારીયા, કોન્‍સ. તુલશીભાઇ ચુડાસમા અને પ્રતિકસિંહ રાઠોડ સહિતે હંસરાજનગર શેરી નં. ૬ માં એક મકાનમાં દરોડો પાડી રૂા. ૧૩,ર૦૦ ની કિંમતની વિદેશી દારૂની ૬ર બોટલ સાથે મકાન માલિક સુમીત મનોજભાઇ નારવાણીને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:51 PM IST)