<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th May 2025

મહાપાલિકા કચેરી પાછળ હોસ્‍પિટલમાં મહિલા તબિબનું બેભાન થયા બાદ મોત

ડો. એન્‍જલબેન મારકણાના બે વર્ષ પહેલા લગ્ન થયા હતાં: પતિ માધાપર ચોકડીએ મેડિકલ સ્‍ટોર ચલાવે છેઃ પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૨૪: માધાપર ચોકડી પાસે આસ્‍થા રેસીડેન્‍સીમાં રહેતાં ડો. એન્‍જલબેન ધવલભાઇ મારકણા (ઉ.વ.૨૫) કનક રોડ પર આરએમસી ઓફિસ પાછળ આવેલી ખાનગી હોસ્‍પિટલમાં બેભાન થઇ પડી જતાં મોત નિપજ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ ડો. એન્‍જલબેન મારકણા ઢેબર રોડ પર મહાનગર પાલિકા કચેરીની પાછળ આવેલી  બાલાજી હોસ્‍પિટલમાં બેભાન થઇ પડી ગયા બાદ મોત થયાની જાણ થતાં એ-ડિવીઝન પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. લાભુભાઇ જતાપરા સહિતે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો.

મૃત્‍યુ પામનાર એન્‍જલબેનના લગ્ન બે વર્ષ પહેલા થયા હતાં. પોતે હોસ્‍પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતાં હતાં. તેમના પતિ આસ્‍થા સાંગ્રીલા નામે માધાપર ચોકડીએ ક્‍લીનીક ચલાવે છે. 

(3:27 PM IST)