<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th May 2025

ગ્રાહકને શોષણ મુકત બનાવવા અભિયાન : વ્‍યાસજી

અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના અગ્રણીઓ ‘અકિલા'ની મુલાકાતેઃ કાલે મોરબીમાં કાર્યક્રમ

અ.ભા.ગ્રા. પં.ના ઉત્તર પヘમિ ક્ષેત્રના સંગઠન મંત્રી ડો. શિવકુમાર વ્‍યાસજી સાથે અગ્રણીઓ નારણભાઇ મોરડીયા, સીમાબેન મહેતા, ભરતભાઇ કોરાટ, આશિષ રાવલ, અભયભાઇ શાહ, ચેતનભાઇ મજીઠીયા નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા,.૨૪ : અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા કાલે મોરબી ખાતે વિશેષ કાર્યક્રમ યોજાશે. સંગઠનના  ડો.શિવકુમાર વ્‍યાસજી તથા અગ્રણીઓ ‘અકિલા'ની મુલાકાતે આવ્‍યા હતા.

અખિલ ભારતીય ગ્રાહક પંચાયતની સ્‍થાપના ૧૯૭૪માં પુનામાં થઇ હતી. આ સંગઠનનો મૂળ ઉદ્દેશ્‍ય ગ્રાહકોને તેમના અધિકાર પ્રત્‍યે જાગરુક કરવા તેમજ તેમને ઉચિત મૂલ્‍યે સારી ગુણવત્તા, સાચું માપ, વેચાણ ઉપરાંત સેવા તેમજ સારો વ્‍યવહાર અપાવવાનો છે. આ સંગઠનની સૌથી મોટી ઉપલબ્‍ધી ‘ગ્રાહક સંરક્ષણ અધિનિયમ, ૧૯૮૬'નું ઘડતર કરવું, સંસદમાં મંજુર કરાવવો તથા તેનો અમલ કરાવવાની રહી છે. આ ઉપરાંત ‘માહિતીનો અધિકાર અધિનિયમ,૨૦૦૫'ના ઘડતર તથા મંજુરીમાં ગ્રાહક પંચાયતનો ૯૦ ટકા હિસ્‍સો રહ્યો છે.ડો. વ્‍યાસે જણાવ્‍યું હતું કે, ગ્રાહક આંદોલન ભારતીય ગ્રાહકોની શોષણ મુકિતનો સંગ્રામ છે. ભારતની અર્થવ્‍યવસ્‍થા જો કલ્‍યાણકારી બનાવવી હશે તો અર્ધવ્‍યવસ્‍થાનો મૂળ આધાર કે જે ગ્રાહક છે, આ ગ્રાહકને જાગૃત કરવો પડશે, તેને પ્રશિક્ષિત થવો જોઇએ, તેને સંગઠિત કરવો પડશે. આવી સંગઠિત અને જાગૃત ગ્રાહક શકિતનો આર્થિક વ્‍યવહાર ઉપર, બજાર ઉપર અંકુશની જેમ ધાક ઉભી કરવી જોઇએ. ઉધમી, વેપારી, બજાર અને ગ્રાહક શકિત, આ શકિત જો સાથે મળીને એક થઇ જાય, તો શોષણમાંથી મુકિત મળવી આસાન થઇ શકે તેમ છે, જે કામ અખિલ ભારતીય ગ્રાહક પંચાયત કરી રહી છે.

(3:46 PM IST)