<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th May 2025

TRP કાંડ મામલે કોંગ્રેસ લડત આપશે

મૃતકના પરિવારોને પૂરતું વળતર પણ મળ્‍યું નથીઃ વશરામ સાગઠિયા : રાજકીય કાનુની જંગ માટે કોંગ્રેસ સજ્જઃ અગ્નિકાંડને દાબી દેવાનો પ્રયાસ સાંખી નહિ લેવાય

કોંગ્રેસ અગ્રણીઓ અતુલ રાજાણી, વશરામભાઇ સાગઠિયા, ગાયત્રીબા વાઘેલા, લાલજીભાઇ દેસાઇ વગેરે નજરે પડે છે. (ત.સંદીપ બગથરીયા)(૨.૩૨)રાજકોટ તા.૨૪: આજરોજ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ૪૧ જાગનાથ ખાતે કોંગ્રેસ કાર્યાલયે ગેમ ઝોનની ઘટનાની વાર્ષિક પુણ્‍યતિથિ (૨૫/૫) નિમિત્તે ભારતીય રાષ્‍ટ્રીય કોંગ્રેસ સેવા દળના અધ્‍યક્ષ લાલજીભાઈ દેસાઈના અધ્‍યક્ષ સ્‍થાને પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.

વશરામભાઈ સાગઠીયાએ પત્રકાર પરિષદને સંબોધન કરતા રાજકોટ મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા વશરામભાઈ એ જણાવ્‍યું હતું કે આવતીકાલે એક વર્ષ પૂરું થાય છે ત્‍યારે કોંગ્રેસ છેલ્લા પાંચ દિવસથી રાજકોટ શહેરમાં જનજાગળતિ અભિયાન ચલાવી રહી છે જુદી જુદી જે માંગો સરકાર સમક્ષ કરવામાં આવી હતી તે આજદિન સુધી સ્‍વીકારવામાં આવી નથી. ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર યુક્‍ત શાસન ચાલી રહ્યું છે તેનું આ ગેમ ઝોન જીવતું જાગતું ઉદાહરણ છે. પદાધિકારીઓની ભૂમિકા હતી પરંતુ કોર્પોરેટરો અને પદાધિકારીઓનો ભ્રષ્ટાચાર બહાર ન આવે એટલા માટે ક્‍લીન ચીટ અપાય છે. રાજકોટમાં એક ટાવરમાં ત્‍યારબાદ આગ લાગી હતી તેમાં પણ કશું જ થયું નથી રેસીડેન્‍સીમાં ભાજપના આગેવાનની ઓફિસ હોવાને પગલે એટલાન્‍ટિકા એપાર્ટમેન્‍ટનું પ્રકરણ દબાવી દેવામાં આવ્‍યું છે.

પત્રકાર પરિષદના અધ્‍યક્ષ સ્‍થાનેથી ભારતીય રાષ્‍ટ્રીય કોંગ્રેસ સેવા દળના અધ્‍યક્ષ લાલજીભાઈ દેસાઈ દ્વારા જણાવ્‍યું હતું કે TRP ગેમ ઝોન ને આવતીકાલે એક વર્ષ થાય છે ત્‍યારે મળતક પરિવારને પૂરતું વળતર ચૂકવવામાં સરકાર અસફળ રહી છે જ્‍યારે હરણીકાંડમાં મળતકોને પરિવારોને ૩૧ લાખ અને મોરબી કાંડમાં મળતક પરિવારોને ૨૧ લાખ કોંગ્રેસના આંદોલન પછી સરકાર ઉપર દબાણ આવતા ચૂકવવાની ફરજ પડી છે. ટીઆરપી ગેમ ઝોન મુદ્દે સરકારે મગનું નામ મરી નથી પાડતુ. ટીઆરપી ગેમ ઝોનના મળતક પરિવાર સાથેની લડાઈમાં અમે સહભાગી છીએ પરિવારો બહાર આવતા ડરી રહ્યા છે. હરણની કાંડમાં મુખ્‍યમંત્રી સામે મહિલાએ અવાજ ઉઠાવતા મુખ્‍યમંત્રીએ જણાવ્‍યું કે તમે એજન્‍ડા સાથે આવ્‍યા છો અરે ભાઈ મહિલાના દીકરાઓ હરણીકાંડમાં હોમાયા હોય તે માં નો કોઈ એજન્‍ડા ન હોય હરણીકાંડમાં રજૂઆત કરનાર આવનાર મહિલાની ધરપકડ કરવામાં આવી હતી તે બહેનના ઘરે નોટીસો ફટકારવામાં આવી હતી સરકાર દ્વારા દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો. હાલ રાજકોટમાં છેલ્લા આઠ દિવસથી સંવેદનારથ, પત્રિકા જનજાગળતિ અભિયાન અને લડાઈ કોંગ્રેસ પક્ષ કરી રહી છે જ્‍યાં સુધી ન્‍યાય નહીં મળે ત્‍યાં સુધી લડાઈ ચાલુ રાખવામાં આવશે આવતીકાલે સાંજે ૭:૩૦ કલાકે જિલ્લા પંચાયત ચોકમાં કેન્‍ડલ માર્ચનું વાર્ષિક પુણ્‍યતિથિ નિમિત્તે આયોજન હાથ ધરવામાં આવ્‍યું છે. ગુજરાતમાં લોકતંત્ર ને બદલે ગુંડા અને દંડાનું રાજ ચાલી રહ્યું છે. જનતાને દબાવવા માંગે છે. રાજ્‍યમાં હજારો કરોડના ભ્રષ્ટાચાર મંત્રીના પુત્રો દ્વારા થઈ રહ્યા છે. ભય, ભૂખ અને ભ્રષ્ટાચારએ શિષ્ટાચાર બની ગયો છે ગાંધી છાપ વગર કયાંય કામ થતા નથી ગુજરાતમાં આજે અમલદાર રાજ ચાલે છે આ સરદાર અને ગાંધીનું ગુજરાતને બદલે ગુંડા અને મવાલીઓનું ગુજરાત બની ગયું છે. તેવા આક્ષેપો લાલજીભાઇએ કર્યા છે.

   આજની પત્રકાર પરિષદમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી ઉપસ્‍થિત સૌ પત્રકાર મિત્રોનો આભાર વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો હતો પત્રકાર પરિષદમાં આજરોજ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, સંજયભાઈ અજુડીયા, મહામંત્રી ભાવેશભાઈ બોરીચા, તુષારભાઈ નંદાણી, રાજદીપસિંહ જાડેજા, યજ્ઞેશભાઇ દવે, ગોપાલભાઈ અનડકટ, ડી પી મકવાણા, બિંદિયાબેન તન્ના, કિંજલબેન જોષી, દિલીપભાઈ આસવાણી, પ્રવીણભાઈ કાકડીયા, યુનૂશભાઈ જુણેજા, નિદતભાઈ બારોટ, અજીતભાઈ વાંક, નિલેશભાઈ મારુ, રહીમભાઈ સોરા, હંસાબેન સાપરિયા, જયાબેન ચૌહાણ, નયનાબા જાડેજા સહિતના પ્રભારીશ્રીઓ અને આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:40 PM IST)