<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અલ્‍પેશભાઈ ઢોલરિયાના બે વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ

રાજકોટ જિલ્લામાં નહિ વાદ, નહીં વિવાદ, સંવાદ થકી સંગઠનને મજબુત બનાવ્‍યું છે : રાજકોટ જિલ્લામાં પંચાયતથી માંડી પાર્લામેન્‍ટ સુધીની તમામ ચૂંટણીમાં ભાજપનો કેસરિયો લહેરાવ્‍યો

ગોંડલ, તા.૨૬: રાજકોટ જીલ્લા ભાજપના પ્રમુખ તરીકેના શ્રીઅલ્‍પેશભાઈ ઢોલરિયાના બે વર્ષના કાર્યકાળમાં રાજકોટ જીલ્લાએ સંગઠનલક્ષી અનેક કીર્તિમાંનો સ્‍થાપ્‍યા, અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. જેઓએ સહકારીતા, સરકાર અને સંગઠનમાં ખૂબ સારી કામગીરી કરીને રાજકોટ જીલ્લાને મોખરે  રાખવામાં તેમનો સિંહ ફાળો રહ્યો છે. નાનામાં નાના કાર્યકર્તાને સાંભળી, માર્ગદર્શીત કરી સંગઠનને મજબૂત કરવાની કુનેહ ધરાવતા પ્રમુખશ્રી અલ્‍પેશભાઈ ઢોલરીયા  ઠેરઠેર અભિનંદન પાઠવવામા આવી રહ્યા છે. રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખશ્રીએ બે વર્ષના કાર્યકાળ પૂર્ણ થતા, સમગ્ર જિલ્લામાં સંગઠનની દૃઢ માળખાગત ઊંચાઈઓ અને વિકાસલક્ષી સિદ્ધિઓની તેમની અનોખી છાપ રહી છે. પોતાના બે વર્ષના કાર્યકાળમાં સંગઠનને મજબૂત બનાવવાનો દ્રઢ સંકલ્‍પ સાધીને ‘નહિ વાદ, નહિં વિવાદ - માત્ર સંવાદ' ના સૂત્ર સાથે કાર્યરત રહી સંગઠનના દરેક સ્‍તરે સહયોગ અને સુસંવાદથી કાર્ય કર્યું છે.

શ્રી ઢોલરિયાના નેતળત્‍વમાં જિલ્લા ભાજપે તમામ સ્‍તરે - પંચાયતથી માંડીને પાર્લામેન્‍ટ સુધી ભવ્‍ય વિજય મેળવી, કમળનો વિજયધ્‍વજ લહેરાવ્‍યો છે. પ્રદેશ અધ્‍યક્ષ  સી.આર. પાટીલઅને મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ, સરકારની વિકાસલક્ષી યોજનાઓને ગામે-ગામ, ઘરે-ઘરે પહોંચાડવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવ્‍યો છે. મા. પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદી સાહેબની અનેકવિધ વિકાસલક્ષી યોજનાઓ જેવી કે દિનદયાળ અંત્‍યોદય યોજના, આયુષ્‍માન ભારત, પાણી તળાવની યોજના, કળષિ સહાય પેકેજો અને મુખ્‍યમંત્રી કિસાન સહાય યોજના, નલ સે જલ, પ્રધાનમંત્રી આવાસ યોજના, શિક્ષણ, જીવન જ્‍યોતિ બીમા યોજના, ઘરે ઘરે ગેસ યોજના તેમજ ગ્રામ્‍ય મહિલાઓના આર્થિક ઉતકર્ષ  જેવા અનેક કાર્યક્રમો અમલી બનાવીને છેવાડાના માનવી સુધી વિકાસના લાભો પહોંચાડવામાં આવ્‍યાં છે.  નરેન્‍દ્રભાઈ મોદીના ‘મન કી બાત'કાર્યક્રમને પણ લોકો સુધી પહોંચાડવામાં રાજકોટ જિલ્લો સતત ગુજરાતમાં પ્રથમ નંબરે રહ્યો છે, જે સંગઠનની કાર્યક્ષમતા અને જનસંપર્કની સાક્ષી આપે છે.

આ ઉપરાંત, સંગઠનના કાર્યકર્તાઓના ઉત્‍થાન માટે તાલીમ શિબિરો અને કાર્યશાળાઓનું આયોજન પણ ધુરંધર રીતે કરવામાં આવ્‍યું છે. ગામડાંના નાનામા નાના કાર્યકર્તા સુધી સકારાત્‍મક સંવાદ સાધી ને સંગઠનને નવી ઊંચાઈઓએ પહોચાડ્‍યું છે. તેમની વિઝન અને સમર્પિત કામગીરીના લીધે આખો જિલ્લો સંગઠન, સરકાર અને સહકારના સમન્‍વય સાથે મોખરે રહ્યો છે. અલ્‍પેશભાઈ ઢોલરિયાએ ગામડાંના અંતિમ પંક્‍તિએ ઊભેલા કાર્યકર્તાની સાથે સંપર્કમાં રહી, તાલીમ શિબિરો, કાર્યશાળાઓ, યુવા મોરચા અને મહિલા મોરચા સાથે સંવાદ સાધી સંગઠનને મજબૂત બનાવ્‍યું છે. તેમના દ્રષ્ટિગત નેતળત્‍વ હેઠળ જીલ્લા ભાજપે રાજકીય શિસ્‍ત અને સર્વાંગી વિકાસનું શ્રેષ્ઠ ઉદાહરણ રજૂ કર્યું છે.

(11:56 AM IST)