News of Monday, 26th May 2025
ઇન્દીરા નગરમાં મનિષાબેન ખરાને મારમારી સસરા સહિતના સાસરિયાનો ત્રાસ
તુ ઘરમાં આવી ત્યારથી ધનોત પનોત થઇ ગઇ છે' મેણા ટોણા મારી કાકાજી અને કાકીજીએ પેટમાં પાટુ માર્યુઃ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા.૨૬: દેવભુમી દ્વારકાના ખંભાળીયામાં પિતાના ઘરે રહેતી પરિણીતા અગાઉ રાજકોટ રૈયાધાર ઇન્દીરાનગરમાં પતિ સાથે રહેતી હતી ત્યારે સસરા, કાકાજી સસરા અને કાકીજીએ ‘અમારા ઘરમાં આવી ત્યારથી ઘરની ધનોત પનોત થઇ ગઇ છે' કહી મારમારતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ ખંભાળીયામાં ખોડીયાર ચોક પાસે પિતાના ઘરે રહેતી મનિષા અનીલભાઇ ખરા (ઉ.વ.૨૩) એ યુનિવર્સિટી પોલીસ મથકમાં જામનગર, લાલપુરના મોટા લખીયા ગામમાં રહેતા સસરા પ્રવિણભાઇ ખોડા ખરા, કાકાજી સસરા લક્ષ્મણભાઇ ખોડાભાઇ ખરા અને કાકીજી સુમનબેન લક્ષ્મણભાઇ ખરા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. મનિષએ ફરિયાદમાં જણાવ્યું છે કે એક વર્ષ પહેલા અનીલ પ્રવિણભાઇ ખરા સાથે લગ્ન થયા હતા લગ્ન બાદ હું પતિ સાથે રૈયા ધાર ઇન્દીરાનગર શેરી નં. ૧૨ માં રહેતી હતી પતિ ડ્રાઇવીંગ કરે છે. ગત તા.૧૬ ના રોજ સસરા પ્રવિણભાઇ ખરા (રહે. રૈયાધાર રામાપીર ચોકડી પાસે) અને મોટા લખીયા ગામમાં રહેતા કાકાજી સસરા લક્ષ્મણભાઇ ખરા અને કાકીજી સાસુ સુમનબેન મારા ઘરે હોળી ધુળેટીનો તહેવાર કરવા આવ્યા હતા ત્યારે સસરા એ મને કહેલ કે ‘તુ અમારા ઘરમાં આવી ત્યારથી અમારા ઘરની ધનોત પનોત થઇ ગઇ છે. તુ સારી નથી અને તમે જે મકાનમાં રહો છો તે મારા પત્નિના નામે છે. તેથી તમે મકાન છોડીને જતા રહો' તેમ કહી ઝઘડો કરી ગાળો દેવા લાગ્યા હતા પતિ જાગી જતા તે રૂમમાંથી બહાર નીકળી સસરા પ્રવિણભાઇને સમજાવવા જતા તેને પણ ગાળો આપી ઝપાઝપી કરવા લાગ્યા હતા તેથી હું છોડાવવા માટે વચ્ચે પડતા કાકાજી સસરા અને કાકીજી સાસુએ મને ઢીકાપાટુેનો મારમારી મને પેટમાં પાટુ મારી દીધુ હતું. બાદ ત્રણેય ભાગી ગયા હતા મને પેટમાં દુઃખાવો થતા પતિ અને નણંદે મને સારવાર માટે ખાનગી દવાખાને લઇ ગયા હતા બાદ મે મારા પિતાને જાણ કરતા તે રાજકોટ આવી મને ખંભાળીયા ખાતે લઇ ગયા બાદ સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ હતા.આ અંગે મનિષા ખરાએ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધવતા એ.એસ.આઇ. એચ. એમ. મણવરે તપાસ હાથ ધરી છે.
(12:06 PM IST)










