<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજાના જન્‍મદિવસે ભવ્‍ય મહારક્‍તદાન કેમ્‍પઃ રેકર્ડબ્રેક ૭૦૦૦થી વધુ યુનિટ રક્‍ત એકત્રિત

રાજકોટઃ રાજકોટ  મહાનગરપાલિકાના ડેપ્‍યુટી મેયર અને વોર્ડ નંબર ૩ના કોર્પોરેટર શ્રી નરેન્‍દ્રસિંહ પળથ્‍વીસિંહ જાડેજાએ તેમના ૪૨મા જન્‍મદિવસની સાદગીપૂર્ણ અને સેવાકીય રીતે ઉજવણી કરી હતી. ગઇકાલે રવિવારના રોજ યોજાયેલા એક ભવ્‍ય મહારક્‍તદાન કેમ્‍પમાં ૩૫૦થી વધુ સ્‍વયંસેવકોની મહેનતથી કુલ ૭૦૦૦થી વધારે બોટલ રક્‍તનું ડોનેશન કરવામાં આવ્‍યું હતું. ડેપ્‍યુટી મેયર શ્રી નરેન્‍દ્રસિંહ જાડેજા એ પોતાની યશસ્‍વી સેવાકીય કારકિર્દીના ૪૨ વર્ષ પૂર્ણ કરી ૪૩મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો હતો. તેમના જન્‍મદિવસ નિમિત્તે આયોજિત આ મહારક્‍તદાન કેમ્‍પમાં અનેક મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા, જેમાં કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદસભ્‍ય લોકસભા પરસોત્તમભાઈ રૂપાલા, સાંસદ સભ્‍ય રાજ્‍યસભા રામભાઈ મોકરીયા, સાંસદ સભ્‍ય  રાજ્‍યસભા કેશરીદેવસિંહજી (વાંકાનેર સ્‍ટેટ), શ્રીમતી ગીતાબા જાડેજાના સુપુત્ર જ્‍યોતિરાદિત્‍યરાજસિંહ (ગણેશભાઈ ગોંડલ), રાજકોટ સ્‍ટેટ માંધાતાસિંહજી ઠાકોર સાહેબ, એકતાબા સોઢા (જામનગર), રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી આઈ.એ.એસ., દિગ્‍વિજયસિંહ જાડેજા, ધારાસભ્‍યો સર્વ શ્રી ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, જીતુભાઈ સોમાણી, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા, મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્‍દ્રસિંહ ઝાલા, કોર્પોરેટરશ્રીઓ પુષ્‍કરભાઈ પટેલ, સુરેન્‍દ્રસિંહ વાળા, અશ્વિનભાઈ પાંભર, બાબુભાઈ ઉધરેજા, કુસુમબેન ટેકવાણી, અલ્‍પાબેન દવે, જયાબેન ડાંગર, સોનલબેન સેલારા, કિર્તિબા રાણા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પૂજારા, હિતેશભાઈ રાવલ, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ભાજપ વરિષ્ઠ આગેવાન ધનસુખભાઈ ભંડેરી, નાગદાનભાઈ ચાવડા, મનહરભાઈ બાબરિયા, ખોડલધામ પ્રમુખ નરેશભાઈ પટેલ, બાનલેબ મૌલેશભાઈ ઉકાણી, ક્ષત્રિય સમાજ અગ્રણી પી.ટી. જાડેજા, બિલ્‍ડર્સ એસોસીએશન પ્રમુખ પરેશભાઈ ગજેરા, ભાજપ વોર્ડ સંગઠનની ટીમ, હોદ્દેદારો, અગ્રણીઓ, કાર્યકર્તાઓ, જુદા જુદા મોરચાઓની ટીમ, રાજકોટ તાલુકા પંચાયતની ટીમ, રાજકોટ જિલ્લા પંચાયતની ટીમ, વિસ્‍તારવાસીઓ ભાઈઓ બહેનો વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.શ્રી એન.પી. જાડેજા ફેમિલી ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ અને પળથ્‍વીસિંહ હેમતસિંહ જાડેજા વતી આ સેવાયજ્ઞનું આયોજન માધાપર વિસ્‍તારમાં શ્રી ઇશ્વરીયા મહાદેવ મંદિરની બાજુમાં, માધાપર, રાજકોટ ખાતે સવારે ૭થી સાંજે ૫ સુધી કરવામાં આવ્‍યું હતું. ટ્રસ્‍ટ દ્વારા આ પ્રથમ રક્‍તદાન કેમ્‍પનું આયોજન હતું. આ કેમ્‍પમાં ૮ (આઠ) બ્‍લડ બેંક - રેડ ક્રોસ બ્‍લડ બેંક, સૌરાષ્‍ટ્ર વોલેન્‍ટરી બ્‍લડ બેંક, લાઇફ બ્‍લડ સેન્‍ટર, ફિલ્‍ડ માર્શલ બ્‍લડ બેંક, નાથાણી વોલેન્‍ટરી બ્‍લડ બેંક, એઈમ્‍સ હોસ્‍પિટલ, સિવિલ હોસ્‍પિટલ અને જીવનદીપ બ્‍લડ બેંકની ટીમોએ સેવા આપી હતી. એઈમ્‍સ હોસ્‍પિટલ અને સિવિલ હોસ્‍પિટલ ઉપરાંત ડો. જયેશભાઈ ડોબરીયા, ડો. પ્રફુલભાઈ કમાણી સહિત ડોકટરોની ટીમ પણ ખડેપગે રહી હતી. રક્‍તદાતાઓને પ્રમાણપત્ર અને ભેટ આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. ઉપરાંત, ચા, કોફી, નાસ્‍તા અને ભોજન પ્રસાદની પણ વ્‍યવસ્‍થા રાખવામાં આવી હતી. આ એકત્રિત રક્‍ત થેલેસેમિયા ગ્રસ્‍ત બાળકો અને જરૂરિયાતમંદ લોકોની મદદ અર્થે આપવામાં આવશે. નરેન્‍દ્રસિંહ જાડેજાની કારકિર્દીઃ ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા શહેર ભાજપ સંગઠનમાં વર્ષોથી સક્રિય છે. તેમણે વર્ષ ૨૦૦૫ થી ૨૦૦૮ સુધી રાજકોટ તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ તરીકે, વર્ષ ૨૦૦૫ થી ૨૦૧૦ સુધી રાજકોટ તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખ તરીકે અને વર્ષ ૨૦૧૨-૧૩માં રાજકોટ જિલ્લા ભાજપમાં કારોબારી સભ્‍ય તરીકે સેવા આપી છે. રાજકોટ મહાનગરપાલિકાની ૨૦૨૧ની સામાન્‍ય ચૂંટણીમાં તેઓ વોર્ડ નંબર ૩ના કોર્પોરેટર તરીકે જંગી બહુમતીથી ચૂંટાયા હતા. તા. ૧૨/૦૯/૨૦૨૩થી તેઓ રાજકોટ મહાનગરપાલિકાના ૩૪મા ડેપ્‍યુટી મેયર તરીકેની જવાબદારી સફળતાપૂર્વક સંભાળી રહ્યા છે.(૬.૧૪)

(3:27 PM IST)