<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

કચ્‍છની ધરતી ઉપરથી દુષ્‍મનોને લલકારઃ રાજુભાઇ ધ્રુવ

ઓપરેશન સિંદૂરની સફળતા મેળવ્‍યા પછી પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીને છ કરોડની જનતાનો મીઠો આવકાર

રાજકોટઃ તાજેતરમાં જ પહેલગામના હુમલાખોરોના આકકાઓ ને તેના જ ઘરમાં ઘૂસીને સજા આપનારી ભારતીય સેના ને આવું કરવાની ખુલ્લી છૂટ આપનારા અને એક શૌર્ય પુરુષ તરીકે ની ઓળખ પ્રસ્‍થાપિત કરનારા દેશના વિઝનરી વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી આજે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્‍યા છે ત્‍યારે છ કરોડથી વધુની જનતા તેમને હૃદય પૂર્વક મીઠો આવકારો આપી રહી હોવાનું રાજુભાઈ ધ્રુવે જણાવ્‍યું છે

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ઓપરેશન સિંદૂર હાથ ધરીને દુશ્‍મનોના દાંત ખાટા કરી નાખનાર વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ ભારતની તાકાતનો પરિચય આપ્‍યો છે. વિશ્વના અગ્રીમ હરોળના દેશોએ નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વમાં ભારત સરકારે લીધેલા પગલાંઓને સમર્થન આપ્‍યું છે ત્‍યારે તેઓ વધુ એક વખત વૈશ્વિક નેતા તરીકે પ્રસ્‍થાપિત થયા છે.

તેમણે ઉમેર્યું છે કે નરેન્‍દ્રભાઈ મોદીએ વાયુસેના નેવી અને લશ્‍કરના જવાનોને હુમલાનું બદલો લેવા માટે પૂરતી સ્‍વતંત્રતા આપી હતી અને સેનાના જવાન હોય ગણતરીની મિનિટોમાં જ પાકિસ્‍તાન હસ્‍તકના કાશ્‍મીરમાં આતંકવાદીઓના અડ્ડાઓ ઉપર ત્રાટકીને સફાયો બોલાવી દીધો હતો. બીજા શબ્‍દોમાં કહીએ તો વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના નિર્દેશ ઉપર ભારતીય સેનાએ ૧૪૦ કરોડ ની જનતાની ઈચ્‍છા પૂરી કરી હતી.

રાજુભાઈ ધ્રુવ એ કહ્યું હતું કે ઓપરેશન સિંદુર સફળતાપૂર્વક પૂરું કર્યા બાદ વડાપ્રધાન નરેન્‍દ્ર ભાઈ મોદી પહેલી વખત ગુજરાતની ધરતી ઉપર આવ્‍યા છે ત્‍યારે ગુજરાતની પ્રજા તેમની એક ઝલક નિહાળવા અને તેમનો સંદેશો સાંભળવા માટે અધિરી બની છે. નરેન્‍દ્ર ભાઈ મોદી વિકાસ પુરુષ છે અને ગુજરાતમાં આ વખતે પણ તેઓ પાંચ હજાર કરોડ રૂપિયાથી વધુ ના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. તેમના નેતળત્‍વમાં કેન્‍દ્ર સરકાર અને રાજ્‍યના મળદુભાષી મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલના નેતળત્‍વમાં રાજ્‍ય સરકારે ગુજરાતનો ઘણો વિકાસ કર્યો છે અને હજુ આવનારા દિવસોમાં પણ અનેક મહત્‍વકાંક્ષી યોજનાઓ થકી રાજ્‍યનો વિકાસ થવાનો છે ત્‍યારે ગુજરાતની પ્રજા તેમના લાડકવાયા વડાપ્રધાનને આવકારવા માટે થનગની રહી છે

(2:06 PM IST)