તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th May 2025
બાળપરમાં વિક્રમભાઇ જલુનો ઝેરી દવા પી આપઘાત
યુવાને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દમ તોડયો

રાજકોટ તા.૨૬: ભાવનગર રોડ પર બાળપર ગામમાં રહેતા યુવાને દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
મળતી વિગત મુજબ બાળપર ગામમાં રહેતા વિક્રમભાઇ ધીરૂભાઇ જલુ (ઉ.૩૫) એ ગઇકાલે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. મૃતક વિક્રમભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં નાના હતા તે ખેતી કરતા હતા તેણે કયા કારણોસર આ પગલુ ભર્યુ તે અંગેનું કારણ જાણવા આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી છે.
બેભાન હાલતાં પ્રવિણભાઇનું મોત
ગોંડલ રોડ પર સદ્ભાવના વૃધ્ધાશ્રમ માં રહેતા પ્રવિણભાઇ ભીખાભાઇ ચોૈહાણ (ઉ.વ. ૫૩) ગઇકાલે આશ્રમમાં હતા. ત્યારે અચાનક બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ અંગે માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી.
(4:12 PM IST)










