News of Monday, 26th May 2025
મિત્ર યુવતી સાથે હોટેલમાં ગયેલા યુવકને બંધ એસીની ફરીયાદ કરતા માર પડયો !
હોટેલ માલીક સહિત ૪ સામે ફરીયાદ : ખભ્ભામાં ફેકચર કરી નાખ્યું

રાજકોટ, તા., ૨૬ : રણછોડવાડીમાં રહેતા અને સાઉન્ડ સીસ્ટમનો ધંધો કરતા યુવક ડેનીસ ચંદુભાઇ ભુત (ઉ.વ.ર૯) ને મોરબી રોડ પર આવેલી ધ ઇન્ફીનીટી હોટેલના માલીક કલ્પેશ પટેલ, પેપ્સી નામના શખ્સ અને બે અજાણ્યા લોકોએ બંધ એસીની ફરીયાદ બાબતે મળવા બોલાવી ઢીકા પાટુ મારતા ખભામાં ફેકચર સાથે સરકારી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ બાબતે નોંધાયેલી ફરીયાદમાં ડેનીસ ભુત (ઉ.વ.ર૯)એ જણાવ્યું છ ેકે, ગઇકાલે તા. રપના સવારે ૮ વાગ્યે હું મારીસ્ત્રી મિત્ર સાથે મોરબી રોડ જકાતનાકા પાસે બાલગોપાલ હોટલ સામે આવેલી ધ ઇન્ફીનીટી હોટલમાં રૂમ બુક કરાવી રોકાયો હતો. જેનું ભાડુ ૧૦૦૦ રોકડુ ચુકવ્યું હતું. આ દરમિયાન સાંજે મારા રૂમનું એસી બંધ થઇ જતા મારી ઉંઘી ઉડી ગઇ હતી. આ બાબતે હોટેલના જવાબદાર પાસે ફરીયાદ કરવા છતાં રાતના ૧૦ કે ૧૦.૩૦ વાગ્યા સુધી એસી ચાલુ થયું ન હતું . આ દરમિયાન અમે જમવા બહાર ગયા હતા ત્યારે હોટેલના માલીક કલ્પેશ પટેલે ફોન કરી એસીની ફરીયાદ બાબતે હોટેલ આવી વાત કરવા જણાવ્યું હતું ત્યારે હું મારીસ્ત્રી મિત્ર અન્ય બે મિત્ર સલીમ અને ચિરાગ સાથે હોટેલ ગયા ત્યારે રાત્રે સાડા બારેક વાગ્યે વાતચીત દરમિયાન કલ્પેશ અને તેના ભાગીદાર પેપ્સી અને અન્ય બે અજાણ્યા માણસોએ મારીસ્ત્રી મિત્રની હાજરીમાં ગાળો બોલી થપ્પડ મારી દીધી હતી. અને સાથે રહેલા ત્રણેયે ઢીકા પાટુનો માર માર્યો હતો. જેને લઇને મારા ખભ્ભામાં જોરદાર દુઃખાવો થતા અમે અમારી બલેનો કારમાં નિકળી સરકારી હોસ્પીટલમાં સારવારમાટે સરકારી હોસ્પીટલમાં ગયા ત્યારે ડોકટરે ખભ્ભામાં ફેકચર હોવાનું અને ઓપરેશન કરવું પડશે તેમ જણાવ્યું હતું. આમ મને માર મારનાર કલ્પેશ પેપ્સી અને અજાણ્યા શખ્સો સામે ધોરણસરની કાર્યવાહી કરવા હું ફરીયાદ કરી રહયો છું. આ અંગેની તપાસ બી ડીવીઝનના પીએસઆઇ એમ.એન. પીઠીયાએ હાથ ધરી છે
(4:06 PM IST)










