News of Monday, 26th May 2025
ૐ શં શનૈશ્વરાય નમઃ ... શનિ જયંતિ નિમિતે વિશેષ દર્શન-પૂજા

રાજકોટ : આજે શનિદેવ મહારાજની જન્મ જયંતિ નિમિતે ભાવિક ભકતો દ્વારા ભાવથી પૂજા અર્ચન કરાયા હતા. કાળા અળદ, કાળો ધાબળો, કાળુ વષા, કાળી છત્રી, કાળા તલ વગેરે વસ્તુઓ અર્પણ કરી મંત્ર જાપ કરાયા હતા. શહેરના જયુબેલી બાગ ખાતેના નવગ્રહ મંદિરે તેમજ કાલાવડ રોડ, એ.જી.ચોકમાં આવેલ શનિદેવના મંદિરે તેમજ અન્ય શનિદેવના મંદિરોમાં આજે સવારથી જ ભાવિકોએ દર્શન પૂજા માટે ભીડ જમાવી હતી. જે તસ્વીરોમાં જોઇ શકાય છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:28 PM IST)










