તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th May 2025
ઉનાળામાં બાળકોમાં બીમાર થવાના પ્રમાણમાં ૪૦% વધારોઃ ડો. સૂચક
કાળઝાળ ગરમીમાં આપનું બાળક બીમાર ન થાય એવું ઇચ્છતા હો, તો આટલી સાવચેતી રાખો

રાજકોટઃ તા.ર૬, ઘરમાં બાળક હસતું હોય ત્યારે આખું ઘર હસે છે, અને બાળક બીમાર પડે ત્યારે જાણે આખા ઘરની ખુશીઓ ને નજર લાગી જાય છે. ઘરમાં કોઈને ચેન પડતું નથી. ઉનાળો પોતાની સાથે જુદી જુદી બીમારીઓ પણ લઈને આવે છે. અને એનો સૌથી વધુ ભોગ બાળકો બને છે. રાજકોટમાં છેલ્લા સાતેક વર્ષથી પ્રેક્ટિસ કરી રહેલા બાળકોના રોગોના નિષ્ણાત ડો. ઋષિ સૂચક (એમબીબીએસ, ડી.સીએચ.- ફેલો ઈન પીડીએટ્રિક ઇન્ટેન્સિવ કેર) જણાવે છે કે, આકરી ગરમીને કારણે ૦ થી ૧૦ વર્ષ સુધીના બાળકોના બીમાર પડવાના પ્રમાણમાં ૩૦%થી ૪૦% જેટલો વધારો જોવા મળ્યો છે. મારી હોસ્પિટલમાં જ ઝાડા, ઉલટી, થાક લાગવો અને ગરમીને કારણે બીમાર થતાં બાળકોના રોજ ૨૫ જેટલા કેસ આવી રહ્યા છે.આ કાળઝાળ ગરમીને કારણે આપનું બાળક પણ બીમાર ન પડે, એવું ઇચ્છા હોય તો આટલી સાવચેતી રાખવી જોઈએ- પર્યાપ્ત પાણી પીવુ, નાના બાળકને દરેક કલાકે એક કપ પાણી આપવું જોઈએ.--બાળકની ઉંમર પ્રમાણે થોડી ખાંડ અને મીઠું નાખેલું લીંબુ પાણી, નારિયેળ પાણી, છાશ, ફ્રુટ જ્યુસ, ઘરે બનાવેલું લસ્સી.જેવું દહીં નુ ઘોળવું, ગોળ લીંબુનું પાણી વગેરે આપી શકાય.- હળવા રંગના સુતરના બહુ ફીટ ન હોય એવા કપડાં પહેરાવો-ઘરમાં તાજગી અને ઠંડક જાળવો, પંખા નો ઉપયોગ કરી શકાય-જરૂર પડે તો ઘરમાં પાણી છાંટીને ઠંડક રાખવી-બાળકને તાાન કરાવો (હંમેશા ઠંડા પાણીથી જ નહીં પરંતુ રૂમ ટેમ્પરેચર જેવા પાણીથીં)-બાળકને કયારેક અળાઈ અને સ્કીનની એલર્જી થઈ શકે છે. આવા સમયે રોઝ વોટર અથવા થોડા નમકવાળા પાણીથી સ્નાન કરાવી શકાય (વધારે સમસ્યા જણાય તો તુરંત ડોક્ટરને બતાવો) ટોડલસ એટલે કે એક વર્ષ સુધીના બાળકને દિવસમાં બે વખત તાાન કરાવું જોઈએ, દિવસમાં બે ત્રણ વખત કપડાં-બદલવા જોઈએ, અને તેમને એસી, પંખા ની સીધી હવા અને આકરા સીધા સૂર્યપ્રકાશથી બચાવવું જોઈએ.-સ્તનપાન કરતા બાળકની માતાએ પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ અને વધુ ગરમ મસાલા, તેલવાળો અને તીખો ખોરાક ખાવાનો ટાળવું જોઈએંઅને હા, આમ છતાં આપનું બાળક બીમાર પડે તો અમારી પાસે લઈ આવો, અમે એમને પહેલાંની જેમ જ હસતું-રમતું, તંદુરસ્ત કરીને સોંપીશું તેમ ડો. ઋષિ સૂચક - સાનિધ્ય, બાળકોની હોસ્પિટલ, ડો. યાજ્ઞિક રોડ, શેલ પેટ્રોલ પંમ્પની સામે, રાજકોટની યાદીમાં જણાવાયું છે.
(4:13 PM IST)










