તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th May 2025
કેન્દ્ર દ્વારા જીઆરએસઆઈના ઈન્ડિપેન્ડન્ટ ડિરેકટરપદે કમલેશ મીરાણીની વરણી

રાજકોટઃ ડીફેન્સ મીનીસ્ટ્રી ગાર્ડન રીચ શીપબિલ્ડર્સ એન્ડ એન્જીનિયર્સ લી.(જીઆરએસઈ) નામની આ કંપની એરફોર્સ અને નેવી માટે સ્ટીમરો બનાવે છે. જેમાં આઈએએસ કક્ષાના અધિકારીઓ સામેલ હોય છે. કેન્દ્ર સરકારના રક્ષા મંત્રાલય દ્વારા એક પ્રતિનિધિ તરીકે નિમણુંક કરવામાં આવતી હોય છે. આ નિમણુંક રાષ્ટ્રપતિની સુચનાથી કરવામાં આવે છે. આમ, જીઆરએસઆઈના ઈન્ડીપેન્ડન્ટ ડિરેકટર તરીકે કમલેશ મીરાણી (મો.૯૭૧૪૭ ૦૭૧૧૩)ની નિમણુંક થતાં તેઓ ઉપર ચોમેરથી અભિનંદનવર્ષા થઈ રહી છે.
(3:25 PM IST)










