તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th May 2025
કોઠારિયા સોલવન્ટમાં સ્તનપાન કરતી વખતે બે માસનો આકાશ બેભાન થઇ જતા મોત

રાજકોટ તા. ૨૬: કોઠારીયા સોલવન્ટ ફાટક પાસે રહેતી મહિલા સ્તનપાન કરાવતી વખતે તેનું બેમાસનું બાળક બેભાન થઇ જતા મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.
મળતી વિગત મુજબ મૂળ ઉતરપ્રદેશ હાલ કોઠારીયા સોલવન્ટ ફાટક પાસે મકાનમાં ભાડે રહેતા છોટુભાઇ સોનકરની પત્ની સવારે પોતાના બે મહિનાના આકાશને દૂધ પીવડાવતી હતી ત્યારે આકાશ અચાનક બેભાઇ થઇ જતા તેને સારવાર માટે જનાના હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. મૃતક આકાશ બેભાઇમાં નાનો હતો તેના પિતા કારખાનામાં મજૂરી કામ કરે છે. આ અંગે આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ હરપાલસિંહ સોલંકીએ કાર્યાહી કરી હતી.
(3:52 PM IST)










