તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th May 2025
‘તને હવા આવી ગઇ છે' કહી વિશાલ તેના ભાઇ અને બહેન પર ત્રણ શખ્સોનો હુમલો
રૈયાધાર મચ્છુનગર ટાઉનશીપ સામે મફતીયાપરામાં બનાવઃ અજય, જીવણ અને વિશાલ સામે ફરિયાદ

રાજકોટ, તા. ર૬: રૈયાધાર મચ્છુનગર ટાઉનશીપની સામે મફતીયા પરામાં રીક્ષા લઇને જઇ રહેલા યુવાનને ‘તને હવા આવી ગઇ છે' કહી ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ વડે માર મારતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ રૈયાધાર મફતીયાપરામાં રહેતો વિશાલ મનસુખભાઇ મકવાણા (ઉ.વ. ૧૮) રાત્રે રીક્ષાલઇને ઘરે જતો હતો. ત્યારે ઘરપાસે પહોંચતા અજય હમીરભાઇ રાફુચા, જીવણ ગાંડાભાઇ અને વિશાલ હમીરભાઇ રાફુચા ત્રણેય રીક્ષામાં આવી આડી ઉભી રાખતા વિશાલે ત્રણેયને રીક્ષા સાઇડમાં લેવાનું કહેતા ત્રણેય શખ્સોએ રીક્ષામાંથી ઉતરી ‘તને હવા આવી ગઇ છે' કહી લોખંડના પાઇપ વડે મારમારવા લાગ્યા હતા. દેકારો થતા વિશાલનો ભાઇ અતુલ (ઉ.વ. ૧૮) અને તેની બહેન સુમન (ઉ.વ. ૧૭) વચ્ચે પડતા તેને પણ મારમાર્યો હતો. આસપાસના લોકો એકઠા થતા ત્રણેય ભાગી ગયા હતા, બાદ વિશાલને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે યુનિવર્સિટી પોલીસે વિશાલની ફરિયાદ પરથી અજય, જીવણ અને વિશાલ સામે ગુનો દાખલ કરી હેડ કોન્સ ગીરીરાજસિંહે તપાસ હાથ ધરી છે.
(4:13 PM IST)










