તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 28th May 2025
વર્ધમાનનગરમાં લાગ્યા બેનરો....વિધર્મીઓ અને પરપ્રાંતિયોને મકાન વેચાણ કે ભાડે ન આપો :જુઓ વિડીયો

રાજકોટ તા.૨૮: સોની અને જૈનોની વધુ વસ્તીવાળા શહેરના પોશ ગણાતા પેલેસ રોડ પરના વર્ધમાનનગરના રહેવાસીઓ સાંજે અને રાત્રઁે આ વિસ્તારમાં પરપ્રાંતિયો અને વિધર્મીઓની અવર-જવરથી અસલામતિનું વાતાવરણ અનુભવી રહ્યા છે. આજે આ વિસ્તારની શેરીઓમાં ‘ ખાસ સુચના, વર્ધમાનગરમાં પરપ્રાંતિયો અને વિધર્મીઓને મકાન ભાડે અથવા વેચાણ આપવાની સખત મનાઇ છે. લી. વર્ધમાનનગર એસોશિએશન' લખેલા સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા છે.
આ વિસ્તારમાં રહેતા લોકોએ એકત્ર થઇ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાને પણ અમે આ વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવા રજુઆતો કરી છે. શહેરના ટોચના સોની વેપારીઓ અને જૈન પરિવારો આ વિસ્તારમાં રહે છે. સાંજે સોૈ પોતપોતાના મકાનની બહાર કે ઓટા ઉપર બેસતા હોય છે ત્યારે શંકાસ્પદોની અવર-જવર અને બેઠ-ઉઠના કારણે મહિલા વર્ગ અસલામતિ અનુભવે છે. આસપાસના લાગુ વિસ્તારોમાંથી વિધર્ર્મીઓ અને પરપ્રાંતિયો ધીમે-ધીમે હિંદુ વસ્તી વાળા આ વિસ્તારમાં પગપેસારો કરવાની પ્રવૃતિ કરે તેવું જણાય રહયું છે ત્યારે વિસ્તારના દરેક રહેવાસીઓ સર્તક બની આવા કોઇપણ ઇસમોને મકાન ભાડે કે વેચાણ આપવું નહી. તેવી સુચના વર્ધમાનનગરના રહેવાસીઓના એસોશિએશન દ્વારા આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, એક સમયે જુના આમ્રપાલી સિનેમા આસપાસના વૈશાલીનગર, સુભાષનગર, નહેરૂનગર, બેંક કોલોની સહિતના વિસ્તારોમાં કર્મચારીઓ અને અધિકારી વર્ગના પરિવારો શાંતિથી વસતા હતા જયાં આવો પગપેસારો વધી જતા સાંજ પડે મટન, ઇંડા, ચીકનની લારીઓના લાઇનો લાગે છે. ધાર્મિક ચુસ્તતાવાળા લોકોને અહિંથી પસાર થવુ મુશ્કેલ બની જાય છે ત્યારે ભવિષ્યમાં આવી સ્થિતિનું નિર્માણ વર્ધમાનનગરમાં પણ ન થાય તે માટે તંત્રએ અને ચુંટાયેલા પ્રતિનિધિઓએ સર્તક બનવું પડશે અને અશાંતધારા જેવા જરૂરી પગલા ઉઠાવવા પડશે તેવી લાગણી વર્ધમાનનગરના રહેવાસીઓએ વ્યકત કરી હતી.(૨.૧૯)
(3:05 PM IST)










