<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

સમાજ કલ્‍યાણ કચેરીનો પરીપત્ર રદ કરવા NSUIનું આવેદન : જુઓ વિડિયો

રાજકોટઃ ભારત સરકારની પોસ્‍ટ મેટ્રિક શિષ્‍યવળત્તિનો લાભ ઉચ્‍ચ શિક્ષણની સંસ્‍થાઓને NAAC/NBA માન્‍યતા પ્રાપ્ત કોલેજોમાં પ્રવેશ હશે તેમને જ આ યોજનામાં સામેલ કરવામાં આવશે આ બાબતનો પરિપત્ર રદ કરવા NSUI એ સમાજ કલ્‍યાણની કચેરી ખાતે આવેદનપત્ર આપી રજુઆત કરી છે. ભારત સરકારની પોસ્‍ટ મેટ્રિક સ્‍કોલરશીપનો લાભ મેળવી અનુસૂચિત જાતિનાં વિદ્યાર્થીઓ ગુજરાતની અલગ અલગ કોલેજો અને યુનિવર્સિટીઓમાં લાભ મેળવી અભ્‍યાસ કરી રહ્યા છે. પરંતુ તાજેતરમાં જ સમાજ કલ્‍યાણ કચેરી દ્વારા સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીને એક પત્ર પાઠવીને જાણ કરવામાં આવી છે કે ભારત સરકારની પોસ્‍ટમેટ્રિક શિષ્‍યવળત્તિ માટે કોલેજ યુનિવર્સિટીનું નેક એક્રેડિટેશન ફરજિયાત હશે અને તેવી જ સ્‍વનિર્ભર કોલેજોમાં કે યુનિવર્સિટીઓમાં જેનો પ્રવેશ હશે તેમને જ સ્‍કોલરશીપનો લાભ મળશે એવી વાત જણાવેલ છે. આગામી સમયમાં આ નિર્ણય તાત્‍કાલિક અસરથી દૂર કરવામાં નહીં આવે તો ગુજરાતના તમામ જિલ્લા મથકો પર વિદ્યાર્થીઓ અને વાલીઓને સાથે રાખીને ગુજરાત NSUIદ્વારા એક ગાંધી ચીંધયા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે જેની વર્તમાન યુવા વિરોધી સરકાર ગંભીર નોંધ લે. પ્રસ્‍તુત તસ્‍વીરમાં રજુઆત કરવા NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્‍દ્ર સોલંકી સહિતના નજર પડે છે.

(3:46 PM IST)