તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th May 2025
નરસંગપરામાં વીજ કરંટ લાગતા કાજલબેનનું મોત
પરિણીતા પાણી ભરીને મોટર બંધ કરવા જતા શોટ લાગ્યોઃ પરિવારમાં આક્રંદ

રાજકોટ તા. ર૮: શહેરના નરસંગપરામાં રહેતા મહિલાનું આજે વહેલી સવારે ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ છે. મળતી વિગત મુજબ જૂની કલેકટર કચેરી પાછળ નરસંગપરામાં રહેતા કાજલબેન કાળુભાઇ મજેઠીયા (ઉ.વ.૩૦)ના આજે સવારે છ વાગ્યે ઘરે પાણી આવ્યું હોવાથી પાણી ભરીને મોટર બંધ કરી વાયર સંકેલતાં હોય ત્યારે વીજકરંટ લાગતા બેભાન થઇ જતા ઘરના સભ્યો દોડી આવી તાકીદે બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબે જોઈ તપાસી મળત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મળતકના પતિ પશુપાલનનું કામ કરે છે અને સંતાનમાં એક દીકરો છે.
(2:09 PM IST)










