તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th May 2025
ભાયાવદરના ઢાંક ગામની સીમમાંથી પ.૯પ લાખનો દારૂ પકડાયોઃ એલસીબીનો દરોડો
બુટલેગર કેતન લુલાશીયા રે. ઢાંકની શોધખોળ

રાજકોટ, તા., ર૮: ભાયવદરના ઢાંક ગામની સીમમાં રૂરલ ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી પ.૯પ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઇ બુટલેગરની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસિંહ એ વિદેશી દારૂના ગણનાપાત્ર કેસ શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે એલસીબી રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા તથા પોલીસ સબ ઇન્સ. એચ.સી.ગોહેલના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન પો.હેડ કોન્સ. રાજુભાઇ સાંબડા, દિવ્યેશભાઇ સુવા, નિલેશભાઇ ડાંગર, હરેશભારઇ પરમાર તથા પો.કોન્સ. મીરલભાઇ ચંદ્રવાડીયાએ સંયુકત બાતમી હકીકત આધારે ભાયાવદર પોલીસ સ્ટશેનના ઢાંક ગામની કોબા વિસ્તારની સીમમાંથી ઓરડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો નંગ ૯૯૬ પકડી વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવેલ. કિ. પ,૯પ,ર૦૦નો જથ્થો કબ્જે કરી બુટલેગર કેતન રામભાઇ લુણશીયા રહે. ઢાંક ગામ તા. ઉપલેટાની શોધખોળ હાથ ધરી છે.
આ કાર્યવાહીમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના એ.એસ.આઇ. અનીલભાઇ બડકોદીયા, બાલકૃષ્ણભાઇ ત્રીવેદી તથા પો. હેડ કોન્સ. નિલેશભાઇ ડાંગર, દિવ્યેશભાઇ સુવા, રાજુભાઇ સાંબડા, હરેશભાઇ પરમાર, વિજયસિંહ જાડેજા, અરવિંદસિંહ જાડેજા, પો. કોન્સ. મિરલભાઇ ચંદ્રવાડીયા, કૌશીકભાઇ જોશી તથા ડ્રા. પો. કોન્સ. અબ્દુલભાઇ શેખ સહિતના જોડાયા હતા.
(2:01 PM IST)










