તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th May 2025
જીલ્લાની શરાફી મંડળીઓ વચ્ચે માર્કેટીંગ યાર્ડ ખાતે વોલ પેઇન્ટીંગ સ્પર્ધા

રાજકોટઃ યુનાઈટેડ નેશન્સ દ્વારા વર્ષ૨૦૨૫ને ‘‘આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ'' તરીકે જાહેર કરેલ છે, જેની ઉજવણીના ભાગરૂપે જિલ્લા રજિસ્ટ્રાર શ્રી ડો. બી.એન.પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરી દ્વારા રાજકોટ જિલ્લાની ૨૦ શરાફી સહકારી મંડળીઓ વચ્ચે બેડી માર્કેટીંગયાર્ડ ખાતે ‘‘વોલ પેઈન્ટીંગ''ની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. આ સ્પર્ધામાં વિવિધ શરાફી મંડળીઓના ચિત્રકારોએ ‘‘સહકારથી સમળદ્ધિ'', ‘‘ત્રિભુવન સહકારી યુનિવર્સિટી'', ‘‘Cooperatives Build a Better Worl'' જેવી થીમ્સ સાથે માર્કેટીંગ યાર્ડની દિવાલો પર ચિત્રકારી કરવામાં આવેલ. આ સ્પર્ધામાં ઉત્ત્કળષ્ટ ચિત્રકારી બદલ શ્રી શિવજ્યોત ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લી.રાજકોટ, શ્રી સૌરાષ્ટ્ર શરાફી સહકારી મંડળી લી.રાજકોટ તથા શ્રી ઈન્ડિયન ઓઈલ પાઈપલાઈનના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી.રાજકોટ ને અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તળતીય સ્થાન આપી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર(ગ્રાહક), રાજકોટ શ્રી એન. ડી. ચાવડા, કાર્યાલય અધિક્ષકશ્રી જી.પી.જીવાણી તથા સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી
(2:20 PM IST)










