<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

વળતર યોજનાના છેલ્લા ૩ દિ': મિલ્‍કત વેરાની ૧૯પ કરોડની આવક

વન ટાઇમ ઇનસ્‍ટોલમેન્‍ટ સ્‍કીમ યોજનામાં ર૧૧૭ કરદાતાઓએ લાભ લીધોઃ ૩૧ મેએ સ્‍કીમ પુર્ણઃ મિલ્‍કત વેરામાં ૧ જુન થી ૩૦ સુધી પ % થી ૧૦% ડીસ્‍કાઉન્‍ટ : રાજકોટના નાગરીકો બન્‍યા સ્‍માર્ટ : ર,૧૧,૬૪ર કરદાતાઓએ રૂા. ૧૩૦.૩૬ કરોડ ઓનલાઇન વેરો ભર્યો

રાજકોટ  તા. ર૮ :.. મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ મિલ્‍કત વેરા તથા પાણી વેરા વળતર યોજના અને  વન ટાઈમ ઇનસ્‍ટોલમેન્‍ટ સ્‍કીમમાં કુલ-૨૧૧૭ કરદાતાઓએ ભાગ લીધોઃ છે.

અર્લિ બર્ડ ડિસ્‍કાઉન્‍ટ સ્‍કીમમાં તા.૦૯- એપ્રિલ થી તા.૨૭- મે  સુધીમાં  કુલ-૨,૮૫,૦૦૮ કરદાતાઓએ રૂ.૧૯૪.૪૨ કરોડ વેરો ભરપાઈ કર્યોઃ કુલ ભરપાઈ કરેલ વેરામાં રૂ.૨૧.૨૮ કરોડ જેટલી રકમનું ડિસ્‍કાઉન્‍ટ આપવામાં આવેલ છે.

મનમાં તંત્રીની મિલ્‍કતો  કુલ-૨,૧૧,૬૪૨ કરદાતા દ્રારા ઓનલાઇન રૂ.૧૩૦.૩૬ કરોડ તથા કુલ-૭૩,૩૬૬ કરદાતા દ્રારા ચેક તથા રોકડાથી રૂ.૬૪.૦૬ કરોડ ભરપાઈ કરેલ છે.

મે સુધીમાં ૧૦ મી ર૦ ટકા સુધી વળતર આપવામાં આવે છે. ૧ જુનથી ૩૦ જુન સુધી પ થી ૧પ સુધી માટે યોજના રહેશે. મહાનગરપાલિકા દ્રારા વર્ષ ૨૦૨૫-૨૬ મિલ્‍કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તારીખઃ-૦૯- એપ્રિલના રોજથી વેરાની વસુલાત ચાલુ થયેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્રારા મિલ્‍કતવેરાના બાકીદારોને રાહત મળી રહે તે હેતુ થી વન ટાઈમ ઇનસ્‍ટોલમેન્‍ટ સ્‍કીમ  અમલમાં મુકવામાં આવેલ છે. આ સ્‍કીમ દ્રારા કરદાતાઓને વાર્ષિક ધોરણે ચાર હપ્તાથી જુનું ચડત ૅ ચાલુ વાર્ષ બાકી વેરો નિયત સમય મર્યાદામાં ભરપાઇ થવાથી મિલકતવેરામાં નવુ ચડત થતું વ્‍યાજ બંધ થાય છે.  વન ટાઈમ ઇનસ્‍ટોલમેન્‍ટ સ્‍કીમ માં કુલ કરદાતાઓ ૨૧૧૭ કરદાતાઓએ ભાગ લીધો છે તથા  વન ટાઈમ ઇનસ્‍ટોલમેન્‍ટ સ્‍કીમ  યોજના ૩૧-મે  સુધી અમલી રહેશે. આ યોજનાનો મહત્તમ લાભ લેવા અપીલ છે.

તારીખ ૨૭-૦૫-૨૦૨૫ના રોજ  કુલ-૨,૮૫,૦૦૮ કરદાતા  દ્વારા રૂ.૧૯૪.૪૨ કરોડની વસુલાત થવા પામેલ છે. જેમાં કુલ ૨,૧૧,૬૪૨ કરદાતા દ્વારા ઓનલાઇન રૂ.૧૩૦.૩૬રોડ તથા ૭૩,૩૬૬ કરદાતા દ્રારા ચેક તથા રોકડા થી રૂ.૬૪.૦૬ કરોડ આવક થયેલ છે. કુલ વેરામાં ૨૧.૨૮ કરોડ જેટલી માતબર રકમનું ડિસ્‍કાઉન્‍ટ એડવાન્‍સ વેરો ભરપાઇ કરનારને આપવામાં આવેલ છે. અર્લિ બર્ડ ડિસ્‍કાઉન્‍ટ સ્‍કીમનો લાભ લઇ કુલ ૨,૮૫,૦૦૮ કરદાતાઓએ વેરાની ચુકવણી કરેલ છે. તદુઉપરાંત વર્ષ ૨૦૨૫-૨૦૨૬માં બાકી મિલકત વેરા-વસુલાત સામે વોર્ડ નં-૭માં કુલ-૧૭ મિલકતોને સીલ તથા વોર્ડ નં-૩માં કુલ-૩ મિલકતોને સીલ કરવામાં આવેલ છે.

આ ડિસ્‍કાઉન્‍ટ યોજના હેઠળ ૩૧-૦૫-૨૦૨૫ સુધી સામાન્‍ય કરદાતાઓને ૧૦્રુ ડિસ્‍કાઉન્‍ટ અને મહિલાઓ માટે ૧૫્રુ ડિસ્‍કાઉન્‍ટનું પ્રદાન કરવામાં આવે છે. ત્‍યાબાદ ૧ જુન ૨૦૨૫ થી ૩૦ જુન ૨૦૨૫ સુધી મહિલાઓ માટે ૧૦ ટકા ડિસ્‍કાઉન્‍ટ અને સામાન્‍ય કરદાતા માટે ૫્રુ ડિસ્‍કાઉન્‍ટ આપવામાં આવશે. જેથી રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવેલ તમામ મિલકતધારકોને આ બંને યોજનાઓનો લાભ લેવા નમ્ર અરજ કરવામાં આવે છે.   (પ-૧૬)

(3:06 PM IST)