<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

નિર્મલા રોડ ઉપર કેફેમાં તોડફોડ કરી સંચાલકના ટાંટીયા ભાંગી નાખવાની ધમકી

પારકા ઝઘડામાં સમાધાન કરવા પડેલા ધાર્મીકભાઇ બલદેવને યશોધનસિંહ જેઠવાએ ધમકી આપી કેફેમાં તોડફોડ કરી ૩૦ હજારનું નુકશાન કર્યુ

 

 

રાજકોટ,તા.૨૮: શહેરના નિર્મલા રોડ પર પારકા ઝઘડામાં સમાધાન કરવા વચ્‍ચે પડેલા કેફે સંચાલકને આરોપીએ ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી અને કેફેમાં તોડફોડ કરી ૩૦ હજાર ની નુકસાની કરતા ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

મળતી વિગતો મુજબ રૈયારોડ રામેશ્વર પાર્ક ગણેશ એપાર્ટમેન્‍ટમાં રહેતા ધાર્મિક રાજેનભાઈ બલદેવ(ઉ.વ.૨૬)એ ફરિયાદમાં યશોધનસિંહ જેઠવાનું નામ આપતા તેમની સામે ગુનો નોંધવામાં આવ્‍યો હતો. ફરીયાદમાં જણાવ્‍યું છે કે,  નિર્મળા મેઈન રોડ સોનાલી રેસ્‍ટોરંટની સામે મારે ક્રશ એન્‍ડ ક્રેવ નામની કેફે ચાલાવી મારુ તથા મારા પરીવારનુ ગુજરાન ચલાવુ છું. ગઈ તા.૨૫ના રાત્રીના સાડા દશેક વાગ્‍યાની આસપાસ હુ મારા કેફે ખાતે હા તો ત્‍યારે યશોધનસિંહ જેઠવાને કોઈ સ્‍વિગી વાળા સાથે સામાન્‍ય અકસ્‍માત થતા કોઈ સ્‍વિગિ ડીલીવરી વાળા સાથે ઝઘડો કરતો હોય જેથી મારો ભાઈ જયભાઈ તેને છુટા પાડવા ગયેલા બાદ મારા ભાઈ સાથે પણ આ યશોધનસિંહે બોલાચાલી ઝઘડો કરેલ બાદ અમારા બંન્ને પક્ષ વચ્‍ચે સમાધાન થઈ ગયેલ હતુ અને તેના નામ નંબર જેતે વખતે તેની પાસેથી લીધેલ હતા. બાદ  થોડીવારમા ફરી વખત આવી મને ધમકી આપેલ કે તને જોઈ લઈશ, તારા ટાંટીયા ભાંગી નાખીશ, પણ આ બાબતે અમોએ કોઈ ફરીયાદ કરેલ ન હતી. બાદ રાત્રીના સાડા અગિયારેક વાગ્‍યાની આસપાસ હું નિર્મળા રોડ સોનાલી રેસ્‍ટોરંન્‍ટની સામે ક્રશ એન્‍ડ ક્રેવ નામની કેફે દુકાન ખાતે હતો તે દરમ્‍યાન આ સામાવાળા યશોધનસિંહ જેઠવા અમારી દુકાને આવેલ અને અમારી દુકાનના કાચના દરવાજાને કોઈ લાકડા વડે તોડી નુકશાન કરી ત્‍યા થી ભાગીને જતો રહેલ હોય બાદ અમોએ બહાર જઈને જોતા તેની નંબર પ્‍લેટ વગરની બ્‍લેક સ્‍કુટી લઈને જતો રહેલ હો ય. બાદ મે ૧૦૦ નંબરમા કોલ કરેલ અત્રે પો.સ્‍ટે ખાતે આવેલ છું. તો આ યશોધનસિંહ જેઠવાએ મારી નિર્મળા મેઈન રોડ સોનાલી રેસ્‍ટોરન્‍ટની સામે ક્રશ એન્‍ડ ક્રેવ નામની કેફે ખાતે આવી મને મારા ટાટીયા ભાંગી નાખવાની ધમકી આપેલ બાદ આજરોજ દુકાનના દરવાજાનો કાચ તોડી આશરે ૩૦૦૦૦/-નુકશાન કરી ભાગી ગયેલ છે. આ ફરીયાદ અન્‍વયે ગાંધીગ્રામ પોલીસે યશોધનસિંહ સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથધરી છે.(૨.૨૪)

(3:31 PM IST)