તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th May 2025
કાન્સ ફેસ્ટિવલમાં ભારતીય સિનેમા માટે ઐતિહાસિક પ્રસંગ : મુળ રાજકોટના એવા બોલીવૂડના ફિલ્મ કલાકાર પ્રીત કામાણી અભિનીત ફિલ્મને સ્ટ્રેઇટ-૮ સ્પર્ધામાં સ્થાન
રાજકોટના યુવા દિગ્દર્શક નિહાર પાલવે દ્વારા લિખિત અને દિગ્દર્શિત કરાયેલ અને પ્રીત કામાણી દ્વારા અભિનીત હિન્દી ભાષામાં તૈયાર કરાયેલ શોર્ટ ફિલ્મ ‘ધ સ્ટ્રોમ, ધ કલેમ, ધ મડનેસ, ધ મેજીક' કાન્સ ફેસ્ટિવલ દરમ્યાન પ્રતિષ્ઠિત સ્ટ્રેઇટ-૮ સ્પર્ધામાં વૈશ્વિક સ્તરે ટોચની ૮ શોર્ટ ફિલ્મોમાં પસંદગી પામી છે

રાજકોટ : સ્ટ્રેઇટ-૮ સ્પર્ધા ૨૫ વર્ષોથી ચાલી આવે છે. સ્ટ્રેઇટ-૮ યુકે સ્થિત છે, જેમાં સહભાગીઓએ એક જ સુપર૮ કેમેરા ઉપર ૮ એમએમની એક જ રીલ ઉપર ફિલ્મ શૂટ કરવાની હોય છે. સિનેમેટોગ્રાફર લેસ્લીડિસોઝાએ ફક્ત કેમેરા બિલ્ટ-ઈન વ્યૂ-ફાઈન્ડરનો ઉપયોગ કરીને ફિલ્માવી છે. કોઈ રી-ટેક નહિ, કોઈ એડિટિંગ પણ નહિ, ફક્ત શુદ્ધ - સહજ વાર્તા કહેવાની હોય છે. આનંદ અદીથે વ્યુઝયુઅલ જોયા વિના પોતાના ટેલેન્ટ સાથે ફિલ્મનું મ્યુઝિક કમ્પોઝ કર્યું છે. વિશ્વભરમાંથી એન્ટ્રીઓ આવતી હોય છે. જેમાંથી ફક્ત ૮ ફિલ્મોને કાન્સ પ્રીમિયર માટે પસંદ કરવામાં આવે છે. જેમાં આ વખતે પહેલીવાર એવુ બન્યુ છે કે ભારતમાંથી પ્રથમ ફિલ્મ છે જે સ્ટ્રેટ-૮ ફિલ્મ ફેસ્ટિવલમાં ટોપ ૮ માં સ્થાન મેળવી લીધું હોય. આ એક મોટી ક્ષણ છે ફક્ત વ્યક્તિગત રૂપે નહિ પરંતુ ભારતીય સિનેમા માટે પણ ગૌરવની વાત છે. આ ફિલ્મનું કાન્સ પ્રીમિયર ૧૯ મે, ૨૦૨૫ ના રોજ ઓલીમીપીયા કાન્સમાં કાન્સ ફેસ્ટિવલ દરમ્યાન થયું અને દર્શકોનો જબરદસ્ત પ્રતિભાવ પણ સાંપડયો. ત્યારબાદ આ ફિલ્મ ૨૪ મી મે ના રોજ ફરીથી લંડનમાં બીએફઆઇ (બ્રીટીશ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ) આઇમેકસ ખાતે વર્લ્ડ પ્રીમિયર માટે પણ પ્રદર્શિત થયેલ અને દર્શકોના દિલ જીતી લીધા હતા. હાલ પ્રીત અને તેની ટીમ કાન્સ ફેસ્ટિવલમાં છે અને ત્યારબાદ લંડન પ્રીમિયર શો માં હાજરી આપવા ગયેલ છે. આ ફિલ્મ અને એની સફળતાએ પ્રીત કામાણીને એક અવ્વલ દરજ્જાના કલાકાર પુરવાર કરેલ છે. બે વખત ટીઇડીએકસમાં પોતાની મૌલિક શૈલી રજૂ કરીને યુવાનોમાં પોતાનું એક આઇકોન સ્થાપિત કરેલ અને આશરે ૫૭ થી વધારે એડ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા કરેલ છે. જેમાં ટાટા સ્કાય (ડેલી રિચાર્જ) કેમપેઇન જે ખુબ જ પ્રખ્યાત પામેલ છે. પેપ્સીની કોલેજ એડ જે ૨૦૧૯માં રિલીઝ થઇ હતી. ત્યારે બાદ ૨૦૨૫ માં પણ ફરીથી પેપ્સીએ પ્રીત સાથે એડ ફિલ્મ બનાવી છે. પ્રીત કામાણીએ ઝી મ્યુઝિક સાથે પણ આશરે ૭થી વધારે ગીતોના આલબમમાં પણ અસંખ્ય વ્યૂઅર્સ મેળવી ચુકયો છે. પ્રીત હમણાં જ એમેઝોન-એમએકસ માટે એક વેબ સિરીઝ ‘કીલ ડીલ' કરેલ છે. જેમાં તદ્દન અલગ જ પ્રકારનો અભિનય કરીને પોતાની આગવી ઓળખ બનાવી ચુકયો છે. અને હા, આ સિરીઝમાં પ્રીતે શાન દ્વારા કમ્પોઝ કરેલ બે ગીતો માટે પોતાનો જ સ્વર આપીને એક મલ્ટી-ટેલેન્ટેડની વ્યાખ્યા સાર્થક કરી બતાવી છે. પ્રીતની પોતાની સ્ક્રીપટ વિષેની ઊંડી સમજ હંમેશા બલ્ક કામ કરતા રોકે છે. ૨૦૧૯ થી હિન્દી ફિલ્મોમાં મુખ્ય હીરોનો રોલ કરીને બોલીવુડમાં કદમ રાખનાર પ્રીત જેવું નામ એવું જ વ્યક્તિત્વ ધરાવે છે. એ વાત જયારે તમે એની ફિલ્મો ‘હમ ચાર' (૨૦૧૯) જે સુરજ બડજાત્યાના રાજશ્રી પ્રોડક્શને બનાવી છે અને ઝિ-પ તથા યુટયુબ ઉપર અવેલેબલ છે. મસ્કા (૨૦૨૦) જે નેટફિ્લક્સ ઓરીજીનલ ફિલ્મ છે. મિડલ ક્લાસ લવ (૨૦૨૨) જે અનુભવ સિન્હાના પ્રોડક્શન હેઠળ બનેલ અને રત્ના સિન્હા દ્વારા ડિરેક્ટ કરેલ ફિલ્મ છે. ઉપરાંત જર્સી (શાહિદ કપૂર) વાળી ફિલ્મમાં સુંદર કેમિયો કરેલ છે. હાલમાં આ વર્ષે પ્રીતની બોલીવુડ ૩ ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. જેમાંથી અને નજીકના ભવિષ્યમાં ફરીથી ૩ નવા વિષયો ધરાવતી ફિલ્મો ઉપર કામ કરી રહ્યો છે. કોઈપણ પ્રકારના સહકારવિના અને ફક્ત પોતાના ટેલેન્ટ ઉપર કામ કરી રહેલા પ્રીત કામાણીને લોકો તરફથી અભિનંદન મળી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ ઉપર પણ સંપૂર્ણ પોતાના ફેમથી પ્રાપ્ત કરેલ ૧,૬૪,૦૦૦ ફોલોઅર્સ સાથે દિન પ્રતિદિન ખ્યાતિ વધતી જાય છે. આપણા ગુજરાતી દિકરાને વધાવીએ અને પ્રીતને પસંદ કરતા લોકોને એના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ ઉપર ફોલો કરવાથી લેટેસ્ટ માહિતી મળતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ - Pritt (@pritkamani) (વેરિફાઇડ) છે. (શ્રી હરેન કામાણી (મો.૯૭૬૯૪ ૩૨૩૬૯)
(3:37 PM IST)










