તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 28th May 2025
ઝીરો ગ્રેવીટી દ્વારા શનિવારે લોકસંગીતનો કાર્યક્રમ ‘ફોક રંગ' : સાહિત્ય અને સંગીતનો સમન્વય થશે રજુ

રાજકોટ તા. ૨૮ : છેલ્લા સાતેક વર્ષથી અવનવી થીમ ઉપર કાર્યક્રમોના આયોજન કરતા ઝીરો ગ્રેવીટી ગ્રુપ દ્વારા આ વર્ષે સાહિત્ય અને સંગીતના સમન્વયરૂપ કાર્યક્રમ ‘ફોક રંગ'નું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ઝીરો ગ્રેવીટીના રક્ષિત વખારીયા અને કેવલ શાહે જણાવ્યુ હતુ કે તા. ૩૧ ના શનિવારે રાત્રે ૮ વાગ્યે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ ખાતે આયોજીત આ કાર્યક્રમમાં છંદ, છપાખરુ લઇને અર્બન ગુજરાતી સાહિત્ય અને સંગીતની જુદી જુદી આઇટમો રજુ થશે. કાળી વાદલળી, જાગ રે માલણ જાગ, કાનુડો કામણગારોથી લઇને વ્હાલમ આવોને જેવા ગીતોની મજેદાર મહેફીલ જામશે.
આર. જે. જય, પાર્થ પટેલ, ફોરમ રાખોલીયા, કંદર્પ શુકલા, અમિત ઘોરડા, દેવાંગસિંહ ચૌહાણ, હર્ષ જોશી, સાહિલ ચૌહાણ, મહિમ્ન પંડયા, મિહિર રૂઘાણી, નિકુંજ પાટડીયા, નિખિલ પરમાર, અક્ષત સાલુકે અને જીતુ ઝાલા સહીતના કલાકારો દર્શકોને મંત્રમુગ્ધ કરશે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા એરિગો ઇન્ડિયા, પ્રભુ સ્નેહ, પેસિફિક જવેલર્સ, શ્રેયસ હોમિયોપેથીક ક્લિનિક, રાજકોટ નાગરિક બેંક, સેલસ હોસ્પિટલ, અવર રાજકોટ, ગ્લોબલ પબ્લિસિટી, દુર્ગા પ્રકાશન, અનંતા ઇવેન્ટસ, ફોનિકસ રિસોર્ટ, અદાણી મસાલા, પરાગ તન્ના અને મીડિયા સીટીનો સહયોગ મળેલ છે.
સાથે ટીમ ઝીરો ગ્રેવીટીના કલ્પેશ, કાર્તિક, ખુશી, નિકુંજ, પ્રિશા, શૈલી, માનસી, વિશાલ, યુગ, આશિષ, નિરવ, પ્રિયંકા, કેવલ, જય અને રક્ષિત સહીતના જહેમત ઉઠાવી રહ્યા છે.
કાર્યક્રમની વધુ વિગતો માટે મો.૯૫૩૭૨ ૯૮૧૮૧ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા રક્ષિત વખારીયા અને કેવલ શાહ નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:44 PM IST)










