<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

ઘરેથી નીકળી ગયેલા સગીરને ગાંધીગ્રામ પોલીસે શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્‍યું

અભ્‍યાસ અંગે માતા-પિતાએ ઠપકો આપતા

રાજકોટ, પોલીસ કમીશનર બ્રજેશ કુમાર ઝા અધિક પોલીસ કમીશનર મહેન્‍દ્ર બગરીયા તથા નાયબ પોલીસ કમીશનર ઝોન-૨ જગદીશ બાંગરવા તથા ઇન્‍ચાર્જ મદદનીશ પોલીસ કમીશનર બી.જે.ચૌધરી પヘમિ વિભાગ દ્રારા આમ જનતાને ન્‍યાય મળે અને તેઓની મુસ્‍કેલીઓ દુર થાય તે માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને ગઇ તા.૨૬/૦૫ ના રોજ ગાંધીગ્રામ પો.સ્‍ટે ખાતે રૂબરૂ આવી અરજદાર ભાવેશભાઇ વિષ્‍ણુપ્રસાદ ભટ્ટ રહે.સખીયાનગર શેરી નં.૪ ‘સુરજ મકાન' એરપોર્ટ રોડ એ આવી જણાવેલ કે પોતાનો સગિરવયનો દિકરો ઘરે કોઇ ને કહ્યા વગર બપોરના સાઇકલ લઇ ને જતો રહેલ છે અને સાંજના ૯ વાગ્‍યા સુધી સગા-વ્‍હાલા તેમજ મીત્રો ને ત્‍યા તપાસ કરતા પોતાનો પુત્ર મળી આવેલ નહી જેથી સગીરના પરીવારની ઉંડાણ પુર્વક પુછ પરછ કરતા સદરહુ સગીરને તેમના મમ્‍મીએ તે ભણવામાં ધ્‍યાન આપતો ન હોય જેથી તેને ઠપકો આપેલ હોય, જેથી સગીરને માઠુ લાગતા પોતે પોતાના ઘરેથી કોઇ ને કહ્યા વગર જતો રહેલ હોય બનાવની ગંભીરતા જોઇ ગાંધીગ્રામ પો.સ્‍ટેના સ્‍ટાફની બે ટીમો બનાવી રાજકોટ શહેરમાં આઇ-વે પ્રોજેક્‍ટના સી.સી.ટી.વી.ના ફુટેજ ચેક કરવા રાજકોટ શહેર કંટ્રોલ રૂમ ખાતે તેમજ બીજી ટીમ સગીર ઘરેથી નિકળેલ તે રૂટના લોકલ સીસીટીવી ચેક કરવા માટે કામે લગાડેલ તે દરમ્‍યાન સદરહુ સગીર સીસીટીવીમાં સાઇકલ લઇ હનુમાનમઢી ચોક નિર્મળા રોડથી કોટેચા ચોક બાદ બિગ બજાર ૧૫૦ ફુટ રીંગ રોડ જેવા વિસ્‍તારમાં જોવા મળેલ આ દરમ્‍યાન લોકલ હ્યુમન સોર્સીસ મારફતે સીસીટીવી ફુટેજ આધારે સગીરને નિર્મળા કોન્‍વેન્‍ટ રોડ નિર્મળા સ્‍કુલ પાસેથી શોધી કાઢી તેના પરિવારને સોપી આપેલ હતો. આ કામગીરીમાં ગાંધીગ્રામ પોલીસ મથકના ઇન્‍ચાર્જ પો.ઈન્‍સ એચ.એન.પટેલ, પો.સબ.ઇન્‍સ એસ.બી.જાડેજા, પો.હેડ.કોન્‍સ. મસરીભાઈ ભેટારીયા, તથા શબ્‍બીરભાઇ મલેક તથા રોહીતદાન ગઢવી. મુકેશભાઇ સબાડ, ભરતભાઈ મકવાણા સહિતના જોડાયા હતા.

(3:47 PM IST)