News of Wednesday, 28th May 2025
સીનીયર સીટીઝન મ્યુઝીકલ ક્લબ દ્વારા આજે રાત્રે કરાઓકેનો નિઃશુલ્ક કાર્યક્રમઃ ૧૬ ગાયકો ગીતો પીરસશે
પહલગામના મૃતકોને શ્રધ્ધાંજલી, સેનાની ત્રણેય પાંખના સૈનિકોને સલામી અપાશેઃ સંસ્થા દ્વારા દર રવિવારે સંગીતપ્રેમીઓ માટે યોજાતો કાર્યક્રમ

રાજકોટઃ સીનીયર સીટીઝન મ્યુઝીકલ ક્લબ દ્વારા આજે તા.૨૮ના બુધવારે રાત્રીના ૯ વાગ્યાથી હેમુગઢવી હોલ (મીની) ખાતે કરાઓકેનો કાર્યક્રમ યોજાએલ છે. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના સહયોગથી આયોજીત આ નિઃશુલ્ક સંગીતના કાર્યક્રમમાં સંગીતપ્રેમીઓને જાહેર આમંત્રણ અપાયું છે.
સંસ્થાના ચેરમેન દુષ્યંતભાઈ ઉપાધ્યાય મો.૯૪૨૮૨ ૦૦૭૦૭, પ્રમુખ હિતેશભાઈ જોશી મો.૯૮૨૫૨ ૧૭૬૩૩ અને મંત્રી પ્રદ્યુમનસિંહ રાઠોડ તથા પંકજભાઈ જોશીના જણાવ્યા મુજબ આજના રાત્રીના કરાઓકે કાર્યક્રમમાં સૌપ્રથમ પહલગામમાં મૃતકોને શ્રધ્ધાંજલી આપવામાં આવશે. સેનાની ત્રણેય પાંખના જવાનોને સલામી આપવામાં આવશે. ત્યારબાદ કુલ ૧૬ ગાયકો દ્વારા અંદાજે ૩૦ જેટલા ગીતો રજૂ કરવામાં આવશે.
આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, કોર્પોરેટર નિરૂભા વાઘેલા અને જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેષભાઈ દિહોરા ઉપસ્થિત રહેશે.
અત્રે ઉલ્લેખનિય છે કે સંસ્થા દ્વારા દર રવિવારે સાંજે ૬ થી ૮ પ્રેમ મંદિરની સામેના ગાર્ડનમાં સંગીતપ્રેમીઓ માટે ગીતો પીરસવામાં આવે છે. (તસ્વીરઃઅભિજીત બગથરીયા)
(3:47 PM IST)










