News of Thursday, 29th May 2025
રાજકોટની ભાગોળે દીપડાના ધામા : ખંઢેરીમાં બળદનું મારણ

રાજકોટ તા. ૨૯ : છેલ્લા પંદરેક દિવસથી રાજકોટની ભાગોળે દીપડાએ ધામા નાખ્યા હોય લોકોમાં ફફડાટની લાગણી ફેલાઇ છે.
પડધરી તાલુકાના ગામડાઓમાં દેખા દેતા આ દીપડાએ ગઇકાલે ખંઢેરી ગામના અને ક્રિકેટ સ્ટેડીયમ પાછળ વાડી ધરાવતા વરજાંગભાઇ ડાંગરની વાડીએ એક બળદનું મારણ પણ કરેલ હોવાનું એડવોકેટ હિતેષભાઇ ડાંગર (મો.૯૯૭૯૦ ૬૭૦૫૭)એ જણાવ્યુ છે. આ બાબતે જંગલખાતાને જાણ કરવાની તજવીજ થઇ રહી છે.
વાડીએ આવતા જતા લોકોના જીવ ઉપર પણ જોખમ હોય ફોરેસ્ટ ખાતુ તાકીદે પગલા ભરે તેવી માંગણી ઉઠી છે.
(11:40 AM IST)










