તા. ૧૪ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 29th May 2025
બાલાજી હોલ પાસે ડેરીમાં માલીક સુરેશ સોજીત્રા અને તેના બે મિત્રો દારૂની મહેફીલ માણતા પકડાયા
તાલુકા પોલીસનો દરોડોઃ પ્રવિણ ફાચરા, નીલેશ ટીલાળા અને સુરેશ સોજીત્રા સામે કાર્યવાહી

રાજકોટ તા. ર૯: શહેરના બાલાજી હોલ પાછળ સાગર ચોક પાસે સાગર કોમ્પ્લેક્ષમાં આવેલી ડેરીમાં તાલુકા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી દારૂની મહેફીલ માણતા ડેરી માલીક સહિત ત્રણ શખ્સોને પકડી લઇ કાર્યવાહી કરી હતી.
મળતી વિગત મુજબ બાલાજી હોલની પાછળ સાગર કોમ્પ્લેક્ષમાં આવેલી ડેરીમાં વિદેશી દારૂની મહેફીલ માણતા હોવાની બાતમી મળતા તાલુકા પોલીસના પી.એસ.આઇ. કે. એચ. કારેણા, એ.એસ.આઇ. જે. વાય. ગોહિલ, એસ. એમ. માડમ, કોન્સ. જયદીપભાઇ દેવમુરારી તથા કોન્સ. પાર્થભાઇ સોજીત્રા સહિતના સ્ટાફે સાગર ચોક પાસે સાગર કોમ્પ્લેક્ષમાં આવેલી જનતા ડેરીમાં દરોડો પાડી વિદેશી દારૂની મહેફીલ માણતા ડેરી માલીક સુરેશ જેરામભાઇ સોજીત્રા (રહે. મવડી પોલીસ હેડ કવાર્ટર પાછળ ઇસ્કોન એપાર્ટમેન્ટમાં) તથા ૪૦ ફૂટ રોડ ઓમનગર સર્કલ પાસે પ્રણામી પાર્ક શેરી નં. ર ના પ્રવિણ પ્રેમજીભાઇ ફાચરા અને લોધીકાના પાળ ગામના નીલેશ બાવાભાઇ ટીલાળાને નશો કરેલી હાલતમાં પકડી લઇ રૂા. પ૦૦ની કિંમતની દારૂની બોટલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.
ભીસ્તીવાડમાંથી પાંચ પકડાયા
ભીસ્તીવાડમાં વાલ્મીકી આવાસ યોજના કવાર્ટર પાસે કેટલાક શખ્સો દારૂની મહેફીલ માણતા હોવાની બાતમી મળતા પ્ર.નગર પોલીસના પી.એસ.આઇ. આર. કે. ગોહિલ તથા કોન્સ. તૌફીકભાઇ મંઘરા સહિતના સ્ટાફે દરોડો પાડી વાલ્મીકી આવાસ યોજના કવાર્ટર પાસે જાહેરમાં વિદેશ દારૂની મહેફીલ માણતા મોચી બજારના વિશાલ બળવંતભાઇ બેડીયા, પરસાણાનગર શેરી નં. ૮ના ભાવેશ દિલીપભાઇ વાઘેલા, વાલ્મીકી વાડી શેરી નં. ર ના સતીષ રમેશભાઇ રાઠોડ, ખાટકીવાસની સામે રહેતો શ્યામ રાજુભાઇ સોલંકી અને એરપોર્ટ રોડ પર અમરજીતનગર શેરી નં. ૩ નો રવી જગદીશભાઇ શીંગાળાને પકડી લઇ કાર્યવાહી કરી હતી.
(1:59 PM IST)










