News of Thursday, 29th May 2025
કાઠીયાવાડી લહેકાને અલગ અંદાજમાં રજુ કરતી ગુજરાતી ફિલ્મ ‘કાઠીયાવાડી ટેલ્સ' કાલથી રીલીઝ
ત્રણ વાર્તાઓના માધ્યમથી જીવનના પાઠ આ ફિલ્મમાં ખુબ સરસ રીતે વણી લેવાયા : દીશા મનવાણી ઞ્જ યુવા વર્ગને મુશ્કેલીમાંથી બહાર નિકળવાનો સંદેશો આપવા સરસ પ્રયાસ : મિશેલ ત્રિવેદી ઞ્જ રાજકોટ એન્થમ સહીત ચાર ગીતો સાથે ફિલ્મમાં રોચક વાતો રજુ : અભિષેક પંડયા

રાજકોટ તા. ૨૯ : કાઠીયાવાદી લહેકાને અલગ અંદાજમાં રજુ કરતી ગુજરાતી ફિલ્મ ‘કાઠીયાવાડી ટેલ્સ' આવતીકાલે શુક્રવારથી સીનેમાઘરોમાં રીલીઝ થવા જઇ રહી છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આ ફિલ્મમાં મુખ્ય મેરીના પાત્રને ન્યાય આપતા દીશા મનવાણીએ જણાવ્યુ હતુ કે આમ તો હું વેબ સીરીઝ કરી ચુકી છુ. પરંતુ ગુજરાતી ફિલ્ડમાં મારો આ પહેલો અનુભવ હતો. એટલે કાઠીયાવાડી લહેકો મારો શીખવો પડયો હતો. આ ફિલ્મમાં રાજકોટ-સૌરાષ્ટ્ર-કાઠીયાવાડનું અદ્દભુત રસદર્શન કરાવવામાં આવ્યુ છે. અલગ અલગ વાર્તાઓને ગુંથીને લાઇફ લેશન અપાયુ છે.
‘અભિમન્યુ'નું પાત્ર નિભાવનાર મિશેલ ત્રિવેદીએ જણાવેલ કે આ ફિલ્મમાં મારો રોલ એક ઉદ્યોગપતિના દિકરા તરીકેનો છે. અભિમન્યુ નામથી આ પાત્ર છે અને ખરેખર મહાભારતના અભિમન્યુ જેવી જ ગુંચવણો તે અનુભવે છે. બાદમાં આપબળે જ પોતાની મુશ્કેલીઓનો હલ શોધે છે. એટલે કે યુવા વર્ગને હતાશ થવાને બદલે મુશ્કેલીઓનો સામનો કઇ રીતે કરવો તે વાત આ ફિલ્મના માધ્યમથી શીખવવા ખુબ સરસ પ્રયાસ થયો છે.
ફિલ્મના ડાયરેકટર અભિષેક પંડયાએ જણાવ્યુ હતુ કે ર કલાકની અવધીના આ ફિલ્મને તૈયાર કરતા અમારે એકાદ વર્ષ જેવો સમય લાગી ગયો હતો. જેમાં રાજકોટ એન્થમના માધ્યમથી આખા રાજકોટની તાસીર એક ગીતમાં વણી લેવામાં આવી છે. ઉપરાંત એક ગરબો, એક લગ્ન ગીત પણ છે. શુટીંગ મોટાભાગે જામનગરના મોડપર ઉપરાંત દ્વારકા, પોરબંદર અને રાજકોટમાં કરાયુ છે. મ્યુઝીકનો જાદુ પૂર્વેશ દવેએ કર્યો છે. એકંદરે લોકોને ખુબ મજા આવે તેવુ ફિલ્મ બન્યુ છે.
આશાસ્પદ યુવા પ્રતિભાવઓ પાયલ રાઠોડ, અભિષેક પંડયા, વેંકટેશ શેટ્ટી દ્વારા લખાયેલી આ ફિલ્મનું નિર્દેશન અભિષેક પંડયાએ પોતે કર્યુ છે. રીસેટ એન્ટરટેઇનમેન્ટ લીમીટેડના બેનર હેઠળ રેખા માંગરોળીયા અને કોમલ માંગરોળીયા દ્વારા નિર્માણ થયુ છે.
અભિનયના ઓજસ આર.જે. આકાશ ત્રિવેદી, દીશા મનવાણી, મિશેલ ત્રિવેદી, દર્પણ સોની, વિરાજ વિજય પાટડીયાએ પાથર્યા છે. તેમને ગૌતમ દવે, ઝંખના ભટ્ટ, હેમાંગ પારેખ, વિશ્વજીતસિંહ જાડેજા, ઉત્સવ રાણપરા, મીત કોટેચા, કુલદીપસિંહ રાજપૂત, ભાવિતા જેઠવા, અદ્વૈત અંતાણી, નિશા પાઉન, અદ્વૈત અંતાણી, નિશા પાઉન, દીશા પટેલ, પાર્થ ચૌહાણ, મહેશ કોટેચા અને અન્ય કલાકારોનો સહયોગ મળ્યો છે.
તસ્વીરમાં ‘અકિલા’ ખાતે વિગતો વર્ણવતા દીશા મનવાણી, મિશેલ ત્રિવેદી, દર્પણ સોની, વિરાજ વિજય પાટડીયા, હેમાંગ પારેખ, વિશ્વજીતસિંહ જાડેજા, ભાવિતા જેઠવા, અભિષેક પંડયા, ધવલારાજ ગોહેલ અને સેîજલ મહેતા નજરે પડે છે. (તસ્વીર ઃ અભિજીત બગથરીયા)
(2:00 PM IST)










