<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

તમે તમારી જમીનમાં મને ભાગ આપો કહી વૃધ્‍ધ છગનભાઇને ભત્રીજા સહિત ત્રણ શખ્‍સોએ કારમાં તોડફોડ કરી ધમકી આપી

નાના મવા રોડ લક્ષ્મી સોસાયટીમાં બનાવઃ વૃધ્‍ધની માલવીયાનગર પોલીસમાં ભત્રીજા ગોવિંદ ઉર્ફે કાળુ, પિન્‍ટુ ઉર્ફે મહેશ અને અન્‍ય વિરૂધ્‍ધ ફરિયાદ

રાજકોટ તા.૨૯: નાના મૌવા મેઇન રોડ પર લક્ષ્મી સોસાયટીમાં રહેતા વૃધ્‍ધને જમીનમાં ભાગ બાબતે ભત્રીજા સહિત ત્રણ શખ્‍સોએ આવી માથાકૂટ કરી કારમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ થઇ છે. મળતી વિગત મુજબ લક્ષ્મી સોસયટી શેરીનં:- ૬માં રહેતા છગનભાઇ પોતાભાઇ બાબરીયા (ઉ.વ.૬૪)એ માલવીયાનગર પોલીસ મથકમાં ભત્રીજા ગોવીંદ ઉર્ફે કાળુ ઉર્ફે તુફાન નરશીભાઇ બાબરીયા, પિન્‍ટુ ઉર્ફે મહેશ બાબરીયા અને મિત્ર અજય વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવી હવે છગનભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે ેકે હું નિવૃત જીવન ગુજારૂ છું અને ત્રણ ભાઇઓ છીએ. હું સૌથી મોટો છું મારાથી નાના ભાઇ નરશીભાઇનું ઘણા સમયપહેલા અવસાન થયેલ છે. તેને સંતાનમાં બે પુત્ર છે. મહેશ અને ગોવિંદ ઉર્ફે કાળુ ઉર્ફે તુફાન (રહે પુષ્‍કરધામ સામે આવાસ યોજના) ગત તા. ૨૫ના રાત્રે રોનક તમામ મારા ઘરે પરિવારની વાતો કરતા હતા ત્‍યારે ગોવિંદે મને કહેલ કે તમે તમારી જમીનમાં મને ભાગ આપો જે જમીન મે ૨૦૦૬માં ખરીદ કરી હતી. તે જમીન મારા પિતાના નામે તથા મારા તથા ભાઇ બહેન તેમ સંયુકતના નામે હતી સને ૨૦૦૬ આ જમીન વેચાણ કરવાથી ખરીદ કરી હતી. અને જમીન રૂા.૧.૫૦ લાખ આપ્‍યા હતા. બાદ આ જમીનમાં ભત્રીજો ગોવિંદ ઉર્ફે તુફાન કડક-હિસ્‍સો માગતો હતો. અને કહેતો હતો કે તમે મારા માતાની જાણ બહાર  આ જમીનના કાગળો પર સહિ કરાવી છે. તેથી આ જમીનમાં અમારે કડક હિસ્‍સો જોઇએ છે. તેથી મે કહેલ કે આ જમીન મારી માલીકીની છે. અને તેના રૂપીયા પણ આપી દીધા છે.

 તેથી આ જમીનનો કડક હિસ્‍સો આપીશ નહી તેમ કહેતા ભત્રીજો ગોવિંદે ઉશ્‍કેરાઇ જઇ મને જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યા બાદ કહેલ કે ‘‘હું કાલે તમારા ઘરે આવીશ અને તમને તથા તમારા ઘરના સભ્‍યોને મારમારીશ તેમ કહી તમામ ચાલ્‍યા ગયા હતા. બાદ ગઇ કાલે તમારા ઘરે હતા. ત્‍યારે ભત્રીજો ગોવિંદ ઉર્ફે તુફાન અને તેનો મિશ્રા અજય બંને કારમાં આવી ગાડીમાંથી લાકડાનો ધોકો અને તેના મિત્રએ લોખંડનો પાઇપ કાઢી મારી ઘરની બહાર પાર્ક કરેલી ગાડીમાં કાચ, ડીકકી અને બંને બાજુના દરવાજામાં લોખંડનો પાઇપ અને ધોકો ફટકારી તોડફોડ કરી નૂકસાન કર્યુ હતું બાદ બંને નંબર વગરની ગાડીમાં કાળા કાચ હોવાથી તેમાં કેટલા શખ્‍સો હતા તે જોઇ શકાય નહી અને આ ગોવિંદ જોર જોરથી બુમો પાડી બહાર મીકળી તને અને તારા દીકરાને પતાવી દેવા છે ધમકી આપી હતી. આ ગોવિંદ વિરૂધ્‍ધ ગઇ કાલે મેટોડા જીઆઇડીસી પોલીસ માં ગુનો દાખલ થયો છે. તેણે તા.૨૫ના રોજ મને ફોનમાં ધમકી આપી હતી. અને જમીનમાંથી તમારા મજૂરને હું મારીને કાઢી મૂકીશ તેમ ધમકી આપતા તા.૨૭ના રોજ મારા નાના ભાઇ જગદિશભાઇ મેટોડા પોલીસમાં ફરિયાદ  નોંધાવા ગયા હતા ત્‍યારે હું અને મારો દિકરો  યશવંત ગયા હતા, બાદ બંને ઘરે આવવા માટે નીકળ્‍યા તે દરમ્‍યાન ભત્રીજા ગોવિંદે કાલે હું તમારા ઘરે આવી  તમને મારી નાખવા છે તમારે પોલીસમાં જાણ કરવી હોય તો કરી દેજો, ધમકી આપી હતી ગઇ કાલે ગોવિંદ ઉર્ફે કાળુ, પિન્‍ટુ ઉર્ફે મહેશ બાબરીયા અજય તથા તેના મિત્રો ઘરે આવી અને મારી કારમાં તોડફોડ કરી નુકશાન રી ભાગી ગયા હતા. બાદ મારા દીકરા યશવંતે ૧૦૦નંબરમાં કોલ કર્યા બાદ માલવીયાનગર પોલીસ સ્‍ટેશને પહોંચી આ મારો ભત્રીજા ગોવિંદ ઉર્ફે તુફાન તથા પિન્‍ટુ ઉર્ફે મહેશ બાબરીયા આ મારી ઘુડીયા દોમડા ગામે આવેલી ચાર એકર જમીન પચાવી પાડવા માટે તેના મિત્ર સાથે કારમાં આવી મારી કારમાં તોડફોડ કરી હતી. આ જમીન પચાવી પાડવા માટે તેની સાથે કાનજી બાબરીયા અને મહેશ બાબરીયાએ કાવતરૂ ઘડયું હોય તેવી શંકા સાથે રિયાદ નોંધાવી હતી આ અંગે હેડ કોન્‍સ. કે.જી. ઝાલાએ તપાસ હાથ ધરી છે.

(3:57 PM IST)